તથ્ય પટેલનાં મેડિકલ રિપોર્ટને લઈ DCP એ આપ્યુ સૌથી મોટું નિવેદન, નવ લોકોને જીવતા પતાવી દેનાર વિશે જાણો શું ખુલાસો થયો

Desk Editor
By Desk Editor
Share this Article

 Ahmedabad News : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અકસ્માત સર્જનાર તથ્ય પટેલની બેફામ કાર ડ્રાઈવિંગના કારણે નવ જેટલા નિર્દોષોના જીવ ગયા, જેને લઈ કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો, અને આરોપીના રિમાન્ડ મેળવાયા છે. જે બાદ અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નિતા દેસાઇનું નિવેદન સામે આવ્યું છે.

પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ કહ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી,તેમજ કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની તપાસ બાકી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, આ તપાસ બાકી છે. તેમણે જણાવ્યું કે, અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.

DCPએ જણાવ્યું કે, કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની પણ તપાસ કરવાની હજુ બાકી છે, અને અગાઉ કોઈ અકસ્માત કર્યો હતો કે અકસ્માત બાદ સમાધાન થયેલુ કે કેમ તે અંગેની તપાસ બાકી છે, તેમણે કહ્યું કે, RTOમાંથી પણ જોઈન્ટ વિઝિટ કરી હતી, પરંતુ તે રિપોર્ટ આવવાનો બાકી છે. ફોનની ચકાસણી માટે FSLમાં મોકલવાના બાકી છે, તેને લઈ અત્યારે અમે ફોન કબજે લઈ લીધા છે. તેમજ DNA, ડ્રગ્સ અંગેનો રિપોર્ટ હજૂ આવવાનો બાકી છે.

ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા.

 

 

હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?

હું પાકિસ્તાન જઈશ તો લોકો મને મારી નાખશે… સીમા હૈદરે કહ્યું- મને યોગીજી અને મોદીજીમાં વિશ્વાસ છે કે….

આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત

 

160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પણ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવીલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા તેને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


Share this Article