આ વર્ષે હરાજી વહેલી, ભાવનુ કંઈ નક્કી નથી, ખેડૂતોમાં મોટાપાયે કકળાટ! ચિંતા એટલી કે રાત્રે ઊંઘ નથી આવતી

Lok Patrika Desk
By Lok Patrika Desk
keri
Share this Article

તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ‘કહી ખુશી કહી ગમ’ વચ્ચે 18 એપ્રિલે કેસર કેરીની હરાજી શરૂ થશે. કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આગામી 18 એપ્રિલથી કેસર કેરીની હરરાજી શરૂ થશે. જે દર વર્ષ કરતા એક અઠવાડિયું વહેલી છે. દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે. હરાજી વહેલી કરવાનું કારણ આગોતરી કેરીનું આગમન છે. આમ છતાં ઓછા ઉતારાની ભીતિ અને ભાવના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે

keri

ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે. દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે કોઈ વર્ષ ન થયું હોય તેવું આ વર્ષ જોવા મળી રહ્યું છે. આ વર્ષ ચાર તબક્કે આંબા પર મોર આવ્યા હતા. પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી ગઈ. કમૌસમી વરસાદ અને રોગ જીવાતને કારણે કેટલાક મોર ખરી કે બાલી ગયા તો કેરી પર કરા પડવાને કારણે ખરી ગઈ. હવે બીજા તબક્કાની કેસર બજારમાં આવવા લાગી છે. આથી તાલાળા એપીએમસીમાં કેસર કેરીની હરરાજી પણ એક સપ્તાહ વહેલી થવા જઈ રહી છે.

keri

એપીએમસીમાં કેસરની હરાજી શરૂ

સરેરાશ એપ્રિલની 23 થી 25 તારીખ વચ્ચે તાલાળા એપીએમસીમાં કેસરની હરાજી શરૂ થતી હોય છે. આ વર્ષ કેસરના આગોતરા આગમનને લઈને 18 એપ્રિલથી હરાજી શરૂ થશે એમ તાલાળા યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે. હરરાજી દરમિયાન આંબા વાડિયાના માલિકો પોતાની કેરીનો ઉતારો લાવીને વેચી શકે એ માટેની વ્યવસ્થાનું સુચારૂ આયોજન પણ કરાઈ રહ્યું છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષ ત્રણ ગણું આંબા પર ફલાવરિંગ આવ્યું હતું. કેરીનું ઉત્પાદન પણ મબલખ થવાની ધારણા હતી. પરંતુ રોગ જીવાટે દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું. રોગ જીવાતમાંથી માંડ છુટકારો મળ્યો તો કમૌસમી વરસાદ અને કરાએ આડો આંક વાળી દીધો.
કેસર કેરીની આગામી સિઝન

keri

વિચારતા રહેશો તો રહી જશો, સાવ સસ્તો મળી રહ્યો છે iPhone, ભાવ સાંભળીને લોકોની લાંબી લાઈન લાગી

બધા રેકોર્ડ તોડી નાખ્યાં! સોનાની કિંમત સાંભળીને જરાય ચોંકી ના જતા, એક તોલાના આટલા હજાર આપવા પડશે

સલમાનના સેટ પર કોઈ નિયમ નથી… નિવેદન આપતા તો અપાઈ ગયું પણ હવે પલકને ભીંસ પડતા પલટી મારી ગઈ

આથી આગામી 18 એપ્રિલથી તાલાળા એપીએમસી માં વહેલી હરાજી શરૂ થવા જઈ રહી છે.ગત વર્ષ હરાજી છેક મેંની 5 તારીખે શરૂ થઈ હતી. હજુ અનેક બગીચાઓમાં નાની ખાખડી પણ દર્શાય રહી છે. આથી કેસરની આગામી સિઝન લાંબી ચાલે તેવી સંભાવના હોવાનું ખેડૂતો માની રહ્યા છે. ખેડૂતો ના મતે આ વર્ષ પૂરતું ફલાવરીંગ આવ્યું હતું પરંતુ ગ્લોબલવોર્મિંગના કારણે ખરવા લાગ્યું. પાછોતરૂ જે ફલાવરિંગ આવ્યું તેમાં મગીયો બંધાયો અને હાલ કેરી આવી છે. ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અલશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે.s


Share this Article