અભ્યાસ માટે ગયેલા સુરતના ૪૦૦ વિદ્યાર્થી ફિલીપીન્સ ફસાતા હાહાકાર, વાલીઓની આપવીતી સાંભળી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News  : દેશમાં અડમિશન ન મળતાં કે મોંઘા ભણતર સહિતના પ્રશ્નોને લઈને વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. દેશમાંથી 13 હજાર અને ગુજરાતના 3 હજાર સાથે સુરતના 400 વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ગેજેટ પહેલાના એડમિશનવાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મનાઈ કરવામાં આવતાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે.

 

વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

ભારતથી મેડિકલના અભ્યાસ માટે ફિલિપાઇન્સ ગયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે. ફિલિપાઇન્સના ભારતના 13,000 થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મનાઈ કરવામાં આવી રહી છે. જેને લઈને મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અટવાવનો વારો આવ્યો છે. વિદેશમાં વિદ્યાર્થીઓ અટવાતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે.  ફિલિપાઇન્સમાં માત્ર 20 લાખમાં આ અભ્યાસ થતા બાળકોને ત્યાં મોકલવાની ફરજ પડે છે.

 

Next ની પરીક્ષાની મંજૂરી નહિ મળતા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય દાવ પર 

2021માં સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવ્યા બાદ તેના નિયમો તૈયાર કરાયા છે. આ નિયમોને લઇને 2019થી 2021 વચ્ચે ફિલીપીન્સ (philippines) ગયેલા વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં બેસવા દેવાયા નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ગંભીર પરિસ્થિતીને લઇને મદદની ગુહાર લગાવી રહ્યા છે. વાલીઓની માગ છે કે ગેઝેટમાં એક વખત તમામ વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવે. જેથી 2021 પહેલાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે.

કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે

ગેજેટના ચક્કરમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી ના મળતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વાલીઓએ કહ્યું કે, લોન લઈ, મકાન વેચી બાળકોને ભણાવવા વિદેશ મોકલ્યા છે. ભારત દેશમાં મેડિકલ ક્ષેત્ર મોંઘુ હોવાથી વિદેશ મોકલવા પડ્યા છે. દોઢથી બે કરોડ રૂપિયા ભારતમાં મેડિકલ અભ્યાસ પાછળ ખર્ચવો પડે છે.

સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

 

તેમ છતાં પણ એડમિશન મળતું નથી. ફિલિપાઇન્સમાં 20 લાખમાં બાળકોને અભ્યાસ થતો હોવાથી મોકલવાની ફરજ પડી હતી. પરંતુ સરકાર(Goverment) ગેજેટના નિયમોમાં ફેરફાર લાવી અમારા બાળકોનું ભવિષ્ય દાવ પર લગાડ્યું છે. ગવર્મેન્ટ એમને લોન આપી છે. કેટલી લોનો લઈને ત્યાં ભણવા મોકલ્યા છે. જો અમારા બાળક ભણી જ નહીં શકે તો અમારે આ લોન ભરીશું કઈ રીતે.


Share this Article