હાલમાં જ બોટાદથી એક સમાચાર સામે આવ્યા હતા કે PSIનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. આ પહેલા પણ રાજ્યાં ઘણા નાની નાની ઉમરના યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયા છે. ત્યારે આજે ફરી બે કિસ્સા સામે આવ્યા છે અને આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. સુરતમાં માત્ર 27 વર્ષના શનિ કાલે નામનો યુવાન મિત્રો સાથે જમીને ઘરે આવતો હતો. તે દરમિયાન ચાલુ બાઇક પર જ તેને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ ટૂંકી સારવારમાં જ યુવાનનું મોત નીપજ્યુ છે. એ જ રીતે પાટણના રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યું છે. સોમનાથ એસટી ડ્રાઇવર ભારમલભાઈ આહીરનુ હાર્ટ એેટેક આવવાને કારણે મોત નીપજ્યુ છે.
સુરત અને રાધનપુરના આ બંને કિસ્સા લોકોની ચિંતામાં વધારો કરે એવા છે. શનિની વાત કરીએ તો સુરતમાં શનિ નામનો યુવાન મિત્રો સાથે જમવા ગયો હતો. જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ બાઇક પર તેને છાતીમાં દુખાવો થયો. તરત જ તેના મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા. જ્યાં તેની સારવાર પણ શરૂ થઈ હતી. જોકે, તબીબોના જણાવ્યા પ્રમાણે આ યુવાનને છાતીમાં દુખાવાની સાથે હાર્ટ એટેક આવ્યા હતા અને તેનો જીવ બચી ન શક્યો.
હવે સતત 5 દિવસ ભારતમાં આગ ઝરતી ગરમી પડવાની ઘાતક આગાહી, જાણો તમારે શું સાવચેતી રાખવી જેથી તકલીફ ન પડે
જો વાત કરીએ ડ્રાઈવરની તો રાધનપુરમાં એસટી ડ્રાઇવર ભારમલભાઇ આહીરને ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યુ હતુ. સોમનાથથી રાધનપુર પરત ફરતા ડેપો નજીક પહોંચતા ડ્રાઇવરની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતા ડ્રાઇવરે મુસાફરોથી ભરેલી એસટી બસ સલામત ડેપોમાં પાર્ક કરી. ડ્રાઇવરની તબિયત લથડતા ડ્રાઇવરને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. જેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.