મનની ઈચ્છા પુરી કરવા અપનાવો આ 4 ઉપાયો, ગણતરીના દિવસોમાં સારું અને શુભ ફળ મળી જ જશે!

Desk Editor
By Desk Editor
Share this Article

Astrology News: ઘણા લોકો એવું કહે છે મહેનત વગર કશું મળતું નથી. એની સામે કેટલાક લોકો એવા હોય છે જે મહેનત કરે છે તેમ છતાં તેમને યોગ્ય ફળ મળતું નથી. આવા સમયે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા ટોટકા કામ આવી શકે છે. ખાસ કરીને મનમાં રહેલી ઈચ્છાઓને પૂરી કરવા માટે કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

મનમાં રહેલી દરેક ઈચ્છા તો પૂરી થઈ શકતી નથી પરંતુ કેટલીક ઈચ્છાઓ એવી હોય છે કે જેની સાથે ગાઢ સંબંધ જોડાયેલો હોય છે. જેમકે મહત્વનું કાર્ય પુરી કરવાની ઈચ્છા, અટકેલા કામમાં સફળતા મળે તેવી ઈચ્છા, દિવસ સારી રીતે પસાર થાય તેવી ઈચ્છા. જો આ ઈચ્છા પુરી ન થાય તો વ્યક્તિ નિરાશા અનુભવે છે. કેટલીક વખત ગ્રહ દોષના કારણે પણ ઈચ્છા પૂરી થવા માટે સફળતા પ્રાપ્ત કરવામાં બાધા આવે છે. આ પ્રકારના ગ્રહ દોષને દૂર કરવા માટે અને મનની ઈચ્છાને પૂરી કરવા માટે તમે કેટલાક ટોટકા અજમાવી શકો છો.

આ રહ્યા મનોકામના પૂર્તિના ઉપાય…

  1. સવારે જાગો અને ધરતી પર પગ મૂકો તે પહેલા માતા ધરતીને સ્પર્શ કરી તેમને પ્રણામ કરો. ત્યાર પછી સૌથી પહેલા જમણો પગ નીચે રાખો. આમ કરવાથી તમારો આખો દિવસ ઉત્સાહ સાથે પસાર થશે.
  2. સવારે જાગ્યા પછી સ્નાન કરીને પૂજા કરો ત્યારે શ્યામા તુલસીના છોડમાં પાણીમાં થોડું દૂધ ઉમેરીને અર્પણ કરો. તેનાથી મનની ઈચ્છા પૂરી થાય છે.
  3. મનોકામના સિદ્ધિ માટે સરસવના તેલના દીવામાં આખું લવિંગ રાખી તેને કોઈ નિર્જન સ્થાન પર પ્રગટાવી દો.
  4. જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ ક્યારે માટે ઘરેથી નીકળો તો માથા પર તિલક કરીને નીકળો. તિલક લગાવવાથી મન એકાગ્ર રહે છે અને તમે લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત કરી શકો છો.

Share this Article