ગુજરાત માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે, સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે, બીજા કોઈની નહીં લેવામાં આવે, મોટે ભાવે એવું થતું હોય કે ફોર્મ ભરી દીધું હોય પણ પછી પરીક્ષા આપવા જ ના આવે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતુ કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે.
વારંવાર પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલવવમાં આવતી હતી. તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં તેમજ સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે.
હવામાન વિભાગની નવી આગાહીથી હાહાકાર, આગ ઝરતી ગરમી સાથે અનરાધાર માવઠું પડશે, જાણો તમારા જિલ્લાની આગાહી
મહાઠગ કિરણ પટેલનું બેન્ક એકાઉન્ટ ચેક કરતાં અધિકારીઓ પણ ચોંકી ગયા, આટલો મોટો કાંડ કઈ રીતે કર્યો?
માંડ એક દિવસ તો ઘટ્યા, સોના-ચાંદીના ભાવમાં ફરીથી તોતિંગ વધારો, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
આગામી 30 એપ્રિલેનાં રોજ પરીક્ષા લેવાની હતી જે હવે 7મી મેના રોજ લેવાશે. તલાટીની પરિક્ષાની તારીખમા ફેરફાર કરવામાં આવ્યો છે.