“ફોનથી લઈને કાર સુધી બધું સસ્તું…” ટાટા, અંબાણી, અદાણીએ કરી મોટી જાહેરાત, આ રીતે વધશે ભારતનું અર્થતંત્ર!

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024: ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે આજે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં મોટી જાહેરાત કરી છે. ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર વિશાળ ફેક્ટરી બનાવશે. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપે એક ઠરાવ કર્યો છે જે પૂરો થવાનો છે. “સેમિકન્ડક્ટર ફેબ માટે વાટાઘાટો પૂર્ણતાના આરે છે અને અમે તેને 2024 માં શરૂ કરીશું.”

અહીં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં બોલતા ચંદ્રશેખરને જણાવ્યું હતું કે જૂથ બે મહિનામાં સાણંદમાં લિથિયમ-આયન બેટરી બનાવવા માટે 20 GWની ગીગાફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે.

કોન્ફરન્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની રિલાયન્સ હજીરામાં ભારતની પ્રથમ વિશ્વ કક્ષાની કાર્બન ફાઈબર સુવિધા સ્થાપશે. અહીં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં બોલતા તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.

વધુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “છેલ્લા 10 વર્ષોમાં જ, રિલાયન્સે સમગ્ર ભારતમાં વિશ્વ-સ્તરની સંપત્તિ અને ક્ષમતાઓ સ્થાપવા માટે 12 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે. “આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું હતું.” તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતને ગ્રીન ગ્રોથમાં વૈશ્વિક લીડર બનાવવામાં ફાળો આપશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે ગુજરાતને 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી દ્વારા તેની અડધી ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરીશું.”

તેમણે કહ્યું, “રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. “આનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે અને ગ્રીન પ્રોડક્ટ્સ અને મટિરિયલ્સનું ઉત્પાદન શક્ય બનશે જે ગુજરાતને ગ્રીન પ્રોડક્ટ્સમાં અગ્રણી નિકાસકાર બનાવશે.”

તેમણે કહ્યું કે 2036 ઓલિમ્પિક માટે ભારતની બિડ માટે, રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન અન્ય કેટલાક ભાગીદારો સાથે મળીને વિવિધ ઓલિમ્પિક રમતોમાં આવતીકાલના ચેમ્પિયન બનાવવા માટે ગુજરાતમાં શિક્ષણ, રમતગમત અને કૌશલ્ય માળખામાં સુધારો કરશે.

Samsungએ લોન્ચ કરી અનોખી ડિસ્પ્લે, ફ્લિપ ફોનની જેમ ખુલશે અને પછી… મજબૂતીમાં પણ અદભૂત, જાણો ફિચર્સ

રાજસ્થાનના આ મંત્રી પાસે છે 2 પત્ની અને 8 બાળકો, જનતાને પણ કહ્યું- તમે પણ વધુ બાળકો પૈદા કરો, “પ્રધાનમંત્રી આપશે છત”

મોદીની ગેરંટી… વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે…’

અંબાણીએ કહ્યું, “2047 સુધીમાં ભારતને 35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનતા વિશ્વની કોઈ શક્તિ રોકી શકશે નહીં. મને લાગે છે કે ત્યાં સુધીમાં એકલું ગુજરાત 3000 બિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બની જશે.


Share this Article