Politics News: પશ્ચિમ બંગાળમાં શાળા સેવા આયોગના શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 23 હજારથી વધુ નોકરીઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે જે લોકોને વર્ષ 2016માં નોકરીઓ મળી હતી તેમની નોકરીઓ રદ કરી દીધી છે. આટલું જ નહીં, હાઈકોર્ટે આ લોકોને 4 અઠવાડિયામાં તેમનો પગાર પરત કરવાનો આદેશ આપ્યો છે.
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેન્ચે શિક્ષક ભરતી કૌભાંડ પર આ નિર્ણય આપ્યો છે. કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે સીબીઆઈ 2016માં પશ્ચિમ બંગાળની શાળાઓમાં ભરતીમાં થયેલી વિસંગતતાઓની તપાસ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને TMCના અન્ય નેતાઓ, ધારાસભ્યો અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓ પણ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં જેલમાં છે.
જો કે હવે બંગાળ સરકારનું કહેવું છે કે તે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે. નોંધનીય છે કે 24,640 ખાલી જગ્યાઓ માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ 2016 SLST પરીક્ષા આપી હતી.
સત્તા પર આવ્યા પછીથી PM મોદીએ 10 વર્ષમાં કેટલી રજા લીધી અને કેટલા કલાક કામ કર્યું? જાણી લો જવાબ
કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગાંગુલી (જે હવે ભાજપના નેતા છે અને તમલુકમાંથી ભાજપના ઉમેદવાર પણ છે)એ આ કેસની સુનાવણી સીબીઆઈને સોંપી હતી અને પાર્થ ચેટરજીને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપ્યો હતો ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 5000 લોકોએ નોકરી ગુમાવી છે, જેમણે ખોટા માર્ગે નોકરી મેળવી હતી.