Politics News: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ બિહારનું રાજકારણ હવે કેન્દ્રનું રાજકારણ બની ગયું છે. સીએમ નીતિશ કુમાર ચર્ચામાં આવ્યા છે. એનડીએ અને ‘INDIA’ ગઠબંધન બંને તરફથી સીએમ નીતિશની માંગ વધી છે. દરમિયાન, સીએમ નીતિશ અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ બુધવારે એક જ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચેલા તેજસ્વી યાદવે મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું, ‘થોડી ધીરજ રાખો… જુઓ શું થાય છે’
#WATCH दिल्ली पहुंचने पर राजद नेता तेजस्वी यादव ने कहा, " हम सभी INDIA गठबंधन बैठक में हिस्सा लेने के लिए आए हुए हैं बैठक शाम 6 बजे हैं। बैठक में देखते हैं कि सभी की क्या राय होगी।"
बिहार के मुख्यमंत्री नीतीश कुमार से बातचीत होने के सवाल पर तेजस्वी यादव ने कहा, "थोड़ा धर्य… pic.twitter.com/OJXNdoPaa9
— ANI_HindiNews (@AHindinews) June 5, 2024
દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પરિણામો અંગે બેઠક
જ્યારે સીએમ નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યાં હોવાની તસવીર વાયરલ થઈ ત્યારે વિપક્ષના નેતાએ કહ્યું કે અમે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. બીજું શું થાય છે, જોતા રહો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામો પછી ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા ‘ઈન્ડિયા’ ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા તેઓ દિલ્હી પહોંચ્યા છે.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
સરમુખત્યારશાહી વિરુદ્ધ વોટ પડ્યાં- તેજસ્વી યાદવ
તે જ સમયે, લોકસભાના પરિણામો પર આરજેડી નેતાએ કહ્યું કે મારો દેશ મહાન છે અને આ દેશની જનતાએ પીએમ મોદીને હરાવ્યા છે. હું દેશવાસીઓનો આભાર માનું છું. સરમુખત્યારશાહી વિરુદ્ધ મતદાન કર્યું. બંધારણ અને લોકશાહીને બચાવવા માટે મતદાન કરવામાં આવ્યું છે. જનતા જ માસ્ટર છે. જોઈએ સાંજની બેઠકમાં શું નિર્ણય લેવાય છે.