જો ગઈ કાલની વાત કરીએ તો 1 જાન્યુઆરીએ સવારે 05 વાગ્યાના સમયે ફરિયાદી આસિફમિયા મલેક હોસ્પિટલના બહારના વેઇટિંગ રૂમમાં સૂતી હતી તે સમયે તેમની પત્ની ફરજાનાબાનુ તેની પાસે આવી હતી અને જણાવ્યું હતું કે, દિકરી અમરીનબાનુ ક્યાંય મળતી નથી. ત્યારબાદ તેમણે પણ દિકરીની શોધખોળ હાથ ધરી અને ન મળી આવતા પોલીસને (Shahibaug Police Station) ફોન કર્યો હતો. જોકે, હોસ્પિટલમાં સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ભાંડાના પર્દાફાશ થયો અને આ મામલે પોલીસ ફરિયાદ (Shahibaug Police Station) નોંધાઈ છે. વાત એમ છે કે દાખલ માતાએ જ 2 મહિનાની બાળકીને ત્રીજા માળથી (mother killed daughter in Ahmedabad) નીચે ફેંકી દેતા બાળકીનું અવસાન થયું હતું.
હાલમાં મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક માતા સામે તેની જ દીકરીની હત્યાનો ગુનો નોંધાયો છે. નાની એવી દિકરીની બીમારીથી કંટાળીને માતાએ તેને હોસ્પિટલના ત્રીજા માળેથી જ નીચે ફેંકી દઈ તેની હત્યા કરી એ વાત હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવી છે. જો આ પરિવાર વિશે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના પેટલાદમાં રહેતા આસિફ મિયા મલેકના લગ્ન ફરજાનાબાનુ સાથે થયા હતા. 2 મહિના પહેલાં જ ફરજાનાબાનુએ એક દિકરીને જન્મ આપ્યો. જન્મતાની સાથે જ દિકરી બીમારીથી પીડાતી હોવાથી માતાપિતાએ તેને વડોદરાની SSG હોસ્પિટલમાં 24 દિવસ સુધી સારવાર કરાવી. તે સમયે ડોક્ટરે બાળક ખરાબ પાણી પી ગયું હોવાથી આ બીમારી થઈ એવી વાત કરી. ત્યારબાદ ફરી બાળકીના આંતરડાનો ભાગ બહાર આવતા તેને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાંથી અમદાવાદ સિવિલમાં લાવવામાં આવી હતી.
જ્યારે પોલીસે પૂછપરછ કરી તો હત્યારી માતાએ જણાવ્યું હતું કે, દિકરી અમરીનબાનુ જન્મથી જ બીમાર રહેતી હોવાથી હું કંટાળી ગઈ હતી. એટલે દિકરીને વોર્ડની બહાર ગેલેરીમાં લઈ પીલરની બાજુમાં ઊભા રહી ત્યાંથી આઈકોનિક સુશોભન કોન્ક્રિટ સ્ક્રીન બ્લોકની ખૂલ્લી જગ્યામાંથી દિકરીને નીચે ફેંકી દીધી હતી. ત્યારબાદ ફરિયાદીએ સિક્યોરિટી સ્ટાફના માણસો સાથે તપાસ કરતા તેમની દિકરી અમરીનબાનુ નીચે બિલ્ડિંગના બાજુમાં આવેલી ખૂલ્લી જગ્યામાં મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ વોર્ડના સિક્યોરિટીને જાણ કરી હતી. તેમ જ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસે સાથે રહીને C3 વોર્ડના લોબીમાં આવેલા CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેમની પત્ની ફરજાનાબાનુ દિકરી અમરીનબાનુને લઈને વહેલી સવારના 4.15 વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઈ જતી જોવા મળી હતી અને આ રીતે એક માતાનો કાંડ છત્તો થયો હતો.