Gujarat NEWS: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચારથી આખું ગુજરાત રડી રહ્યું છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. રાજકોટની ઘટના બાદ સુરત, વડોદરા અને અમદાવાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ ગેમ ઝોનમાં પહોંચી ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં આગની ઘટનાને લઇ સુરત- અમદાવાદ-વડોદરામાં મહાનગરપાલિકાની ઇમરજન્સી બેઠક યોજાઇ હતી અને તાત્કાલિક અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
રાજકોટ બાદ અમદાવાદમાં સિંઘુ ભવન ખાતે ફન બ્લાસ્ટમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અને ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં… સાધનો છે તો તે કાર્યરત છે કે કેમ તે બધીજ વસ્તુઓની ચકાસણી કરાઇ હતી.
વાત કરીએ સુરતની તો બેઠકમાં કલેક્ટરની સાથે આરોગ્ય અને ફાયર અધિકારીઓ જોડાયા હતા..બેઠકમાં નક્કી કરાયું હતું કે સુરતમાં રજિસ્ટર્ડ તમામ 16 ગેમ ઝોનની તપાસ કરવામાં આવશે. NOC નહીં હોય તેવા ગેમ ઝોન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ માટે SMC, ફાયર અને પોલીસની હાઈલેવલ કમિટીનું ગઠન કરવાનું પણ નક્કી કરાયું છે. સુરતમાં ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા અને તમામ ગેમમાં ઇલેક્ટ્રીક સાધનો હોવાનું સામે આવ્યું હતું. અહીં છત પર થર્મોકોલની સીટ દ્વારા કવર કરાયું હોવાનું જોવા મળ્યું હતું.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
વડોદરા વિશે વાત કરીએ તો ફન બ્લાસ્ટ, ઇવા મોલ અને ઇન ઓરબીટ તાત્કાલિક બંધ કરાવી દેવાયા હતા. તમામ ગેમ ઝોન ફાયર સેફ્ટીની ચકાસણી બાદ જ ચાલુ કરાશે તેમ જણાવાયું હતું. એટલું જ નહીં તપાસમાં કોઇ ખામી બહાર આવશે તો કડક પગલા લેવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. જો કે હવે જોવાનું એ રહ્યું કે 28 લોકોના મોતનો માતમ અને અસર લોકો પર કેટલી અસર કરે છે. કારણ કે મોટાભાગની આવી દુ:ખદ ઘટનાઓમાં લોકો 5 દિવસ યાદ રાખીને હતા એવા ને એવા થઈ જતાં હોય છે.