Bharat Ratna Award: કેન્દ્રની મોદી સરકાર પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરશે. PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ (મરણોત્તર) થી સન્માનિત કરવામાં આવશે.
આના થોડા દિવસો પહેલા મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણી અને કર્પુરિર ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે એક, બે નહીં, પરંતુ દસ વ્યક્તિઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તો ચાલો જોઈએ સંપૂર્ણ યાદી.
1.ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ -2024
2. ભૂતપૂર્વ PM ચૌધરી ચરણ સિંહ- 2024
3. એમએસ સ્વામીનાથન – 2024
4. લાલ કૃષ્ણ અડવાણી- 2024
5. કર્પૂરી ઠાકુર- 2024
6. નાનાજી દેશમુખ- 2019
7. ભૂપેન્દ્ર કુમાર હજારિકા- 2019
8. પ્રણવ મુખર્જી- 2019
9. પંડિત મદન મોહન માલવિયા- 2015
10. અટલ બિહારી વાજપેયી- 2015
તમને જણાવી દઈએ કે ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તેની સ્થાપના વર્ષ 1954 માં કરવામાં આવી હતી અને લોકોને તેમની અસાધારણ જાહેર સેવા અને સાહિત્ય, વિજ્ઞાન અને કલા જેવા કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્તરની કામગીરી માટે પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2019 સુધી ભારતમાં 48 લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલા 5 લોકોના નામ ઉમેરવામાં આવે તો તેની સંખ્યા 53 થઈ જાય છે.
આજે 3ના નામની જાહેરાત
પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવશે.