Gujarat Weather: ગુજરાતમાં કોઈને આશા ન હતી અને અચાનક જ માવઠાંએ દસ્તક દીધી. ખેડૂતોની સાથે સામાન્ય લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા. ત્યારે હવે આગળના 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી કરવામાં આવે છે અને જે દરેક ગુજરાતીઓ માટે જાણવી જરૂરી છે. રાજ્યમાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો હતો એટલે લોકોને હજુ આગળના દિવસોમાં પણ બીક લાગી રહી છે. એક તો લગ્નની સિઝન માથા પર છે અને ઉપરથી માવઠાંએ વાટ લગાડી છે.
હવે નવી આગાહીમાં રાજ્યમાં ઠંડી પણ વધવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં વરસાદની સિસ્ટમ મૂવ થઇ ચૂકી છે. જેના કારણે ભારે વરસાદની હાલમાં કોઇ જ શક્યતા દેખાતી નથી. આજે સવારે અનેક જગ્યાએ હળવો વરસાદ થઇ શકે છે. આજે સવાર સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ તાપીમાં હળવો વરસાદ પડે તો નવાઈ નહીં.
એ જ રીતે આજે સવારમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદમાં એકાદ જગ્યાએ તો વળી કચ્છમાં પણ એકાદ વિસ્તારમાં વરસાદ થઇ શકે છે. આ વરસાદ સાર્વત્રિક વરસાદ નથી. રવિવારે જે વરસાદ થયો તેવો ભારે વરસાદ તો પાછો નહીં થાય.
સીમા હૈદરની સાચી ઉંમર કેટલી છે? પહેલી વખત ગર્ભવતી ક્યારે થઈ? હવે થયા મોટા મોટા ખુલાસાઓ
આગાહી વિશે વાત કરતાં ડો. મનોરમા મોહન્તીએ કહ્યુ છે કે, આજથી સામાન્ય રીતે ગુજરાતનું હવામાન ડ્રાય રહેવાની આશંકા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન ડ્રાય રહેશે. ત્રીજી ડિસેમ્બર સુધી તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ. દિવ, દમણ, દાદરા નગર હવેલીમાાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે. આજ રાતથી ઠંડી વધશે.