પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એક વ્યક્તિએ સેકન્ડ હેન્ડ કબાટ ખરીદ્યો અને તેને ઘરે લાવ્યો. કબાટ ખોલતાની સાથે જ તે ચોંકી ગયો હતો. કબાટમાંથી એક કરોડ રૂપિયાથી વધુની રોકડ નીકળી હતી. આ કબાટ તેણે ઓનલાઈન સાઈટ eBay પરથી ખરીદ્યો હતો. આ વ્યક્તિનું નામ થોમસ હેલર છે, જે જર્મનીના બિટરફિલ્ડનો રહેવાસી છે. એવું કહેવાય છે કે થોમસે રસોડામાં વસ્તુઓ રાખવા માટે સેકન્ડ હેન્ડ કબાટ ખરીદ્યું હતું. આ માટે તેણે 19 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.
કેબાટ ખોલતાની સાથે જ તેની આંખો ફાટી ગઈ હતી. તેને આ કેબાટની અંદરથી બે બોક્સ મળ્યા જે ખોલ્યા પછી તેની અંદરથી 1 કરોડ 19 લાખ રૂપિયા રોકડા નીકળ્યા. જો કે, થોમસે પૈસા પોતાના ખિસ્સામાં રાખવાને બદલે તેને સ્થાનિક પોલીસને સોંપી દીધા જેથી પૈસા તેના મૂળ માલિક પાસે જાય. પોલીસે તપાસ કરી અને જાણવા મળ્યું કે આ પૈસા હેલ સિટીમાં રહેતી 91 વર્ષીય વૃદ્ધ મહિલાના છે. તેમના પૌત્રએ કબાટ વેચી દીધું હતું, પરંતુ વૃદ્ધ મહિલાએ તેમાં રોકડ રાખી હતી.
નોંધનીય છે કે જર્મનીમાં ખોવાયેલા પૈસા તમારી પાસે રાખવા એ ગુનો છે. જો તે દોષિત સાબિત થાય તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો કે કાયદો એવો પણ છે કે જે લોકો ઈમાનદારીથી પૈસા પરત કરે છે તેમને ઈનામ પણ મળે છે. કુલ રકમના 3% થોમસને ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેને સાડા ત્રણ લાખથી વધુ રૂપિયા મળ્યા.