હવે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે અનેક તહેવારોની હારમાળા આવી રહી છે. એવામાં હવે વેપારીઓ આ તહેવારનો લાભ લેવા બેઠા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અચાનક જ બધી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ફ્રુટના ભાવમાં પણ વધારો કર્યો તો સાથે સાથે દૂધ અને માવાની મીઠાઈ, ફરસાણ અને ડ્રાયફુટના ભાવમાં પણ લોકોના ખિસ્સા ખાલી કરવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાની લાગી રહ્યું છે.
જો આપણા ભાવ વધારાનું લિસ્ટ જોઈએ તો જે કંઈક આ પ્રમાણ છે
દૂધ-માવાની મીઠાઈના ભાવ 30થી 100 રૂપિયા વધ્યા
ફરસાણમાં ઓછામાં ઓછા 30 રૂપિયાનો વધારો
300ના ગાંઠિયાનો ભાવ 330 રૂપિયા પર પહોંચ્યો
250 રૂપિયાના ચેવડાના 290 રૂપિયા થયા
ડ્રાયફુટના ભાવ 1000થી વધીને 1100 પર પહોંચ્યા
હવે આમ જનતા પહેલાથી જ પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને તેલના ભાવ વધારામાં ભાવ વધારો ઝીલી જ રહી છે. ત્યારે હવે વધારાનો એક ભાવ વધારો સાંભળીને બધાના હોશ ઉડી ગયા હતા. એક તરફ સોનાના ભાવમાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો છે અને હવે એક તોલું 52000 રૂપિયાએ પહોંચવા આવ્યું છે.