જો કોઈ રોડ 12 કલાક પણ ન ટકે તો સમજી જવાનું કે ભ્રષ્ટાચારની ચમરસીમા આવી ગઈ છે. કારણ કે આવું તો ભાગ્યે જ બને કે સવારે રોડ બન્યો હોય અને બપોરે રોડ પીગળી જાય.
આવું સુરતમાં થતાં હાલમાં આખા ગુજરાતમાં આ વાત ચર્ચાઈ રહી છે. સુરત મનપાની ઘોર બેદરકારીની ટીકા કરવા માટે લોકો સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરીને પણ લખી રહ્યા છે. અડાજણમાં સવારે બનાવેલો રોડ બપોરે પીગળી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વિગતો મળી રહી છે કે સુરતના અડાજણમાં આજે સવારે અંદાજે 200 મીટરનો રોડ બનાવવાની કામગીરી પુરી કરવામાં આવી છે. આ રોડ બપોર થતાની સાથે પીગળી ગયો છે. જેણે પણ જોયું એમને વિશ્વાસ ન આવ્યો કે આખરે આ વસ્તુ કઈ રીતે શક્ય બને. સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરે પીગળી ગયો છે. વાહનચાલકોને પણ હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં મનપાની ઘોર બેદરકારી સામે આવતા ચારેકોર ફફડાટ મચી ગયો છે.
35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત
સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ
સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરે પીગળી ગયો હોવાનું સામે આવતા લોકોને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. રોડ પીગળતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પીગળવાની ઘટના સામે આવ્યા બાદ વાહન ચાલકોએ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે રસ્તાની આ હાલત બાદ કોઈ પર કાર્યવાહી કરવામા આવે છે કે કેમ?