શિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તનાવના પગલે જાે રશિયા યુક્રેન પર હુમલો કરે તો અમેરિકાએ પણ તેનો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. અમેરિકાએ જાે રશિયા દ્વારા ન્યુક્લિયર એટેક કરવામાં આવે તેવા સંજાેગોમાં જવાબ આપવા માટે પાંચ યુરોપિયન દેશો બેલ્જિયમ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ અને તુર્કીમાં ૧૦૦ પરમાણુ બોમ્બ રેડી રાખ્યા છે.
આ બોમ્બ ફેંકવા માટે એફ-૧૬ સહિતના લડાકુ વિમાનોને પણ યુરોપના વિવિધ એરબેઝ પર તૈનાત કરી દીધા છે.સાથે સાથે પરમાણુ બોમ્બ લોન્ચ કરી શકે તેવા બી-૫૨ બોમ્બર વિમાનોને પણ અણેરિકા બ્રિટનના એરબેઝ પર મોકલી ચુકયુ છે. અમેરિકા સાથે સાથે નવા પ્રકારના ન્યુક્લિયર બોમ્બ પણ બનાવી રહ્યુ છે.જેને અમેરિકાના સૌથી ઘાતક ગણાતા લડાકુ વિમાનો એફ-૩૫માંથી લોન્ચ કરી શકાશે.જાેકે આ બોમ્બને યુરોપમાં તૈનાત કરવામાં હજી થોડો સમય લાગશે.