અમદાવાદમાં લોહીના સંબંધો પર કલંક લાગ્યું, પત્ની બહાર જતાં 10 વર્ષની દીકરી પર પિતાએ નજર બગાડી ચૂંથી નાખી

Lok Patrika Desk
By Lok Patrika Desk
father
Share this Article

અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને લાંછન લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરતા હોવાની જાણ બાળકીએ પોતાની માતાને કરી હતી. જે બાદ પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોતાના પતિની કરતુતની જાણ કરતા વટવા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નરાધમ પિતાની બાળકી પર નજર બગડી

વટવા વિસ્તારમાં રહેતા અને અતિમધ્યમ પરિસ્થતિમાં જીવન પસાર કરનારા લોકો માટે રોજ કમાઈને રોજ ખાવા સિવાય બીજી કોઈ વાત હોતી નથી. પરંતુ આવા પરિવારમાં ક્યારેક એવી ઘટનાઓ આકાર લેતી હોય છે. જેના લીધે સમગ્ર કુટુંબ પર એક દાગ લાગી જતો હોય છે. 10 વર્ષીય દીકરીને પિતાની જોડે ઘરે મુકીને માતા પોતાના બીજા બાળકને દવાખાને બતાડવા માટે ગઈ હતી. આ સમયે નરાધમ પિતાની નજર પોતાની બાળકી પર બગડી હતી અને બાળકી સાથે અડપલા કર્યા હતાં.

શરૂઆતમાં દીકરીને સમજાયું નહોતું પરંતુ બાદમાં સમજાતા બાળકીએ પ્રતિકાર કર્યો હતો રડવાનું શરુ કરી દીધું હતું. જ્યારે તેની માતા દવાખાનેથી ઘરે આવી ત્યારે સમગ્ર હકીકતની જાણ પોતાની માતાને કરી હતી. માતાએ તાત્કાલિક બનાવની હકીકત જાણી હતી અને તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાના પતિની કરતુત અંગેની ફરિયાદ કરી હતી. જેથી વટવા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરીને મેડીકલ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે.

father

ટાટા ગ્રૂપમાં અહીં રોકાણ કર્યું હોય તો સમજો કરોડપતિ થઈ ગયાં, આવ્યા સારા સમાચાર, 1 લાખને બદલે તમને 7 કરોડ મળશે

એક એવું મંદિર કે જ્યાં પ્રસાદમાં અપાય છે ગાંજો, કારણ જાણીને પહેલી વખતમાં તો માનવામાં નહીં આવે

સીમા સચિન લવ સ્ટોરીઃ પાકિસ્તાની મહિલાઓ સીમા હૈદર વિશે શું વિચારે છે, વીડિયો વાયરલ થતાં ચારેકોર હાહાકાર

બાળકીએ માતાને આપવીતી જણાવી

માતાની ગેરહાજરીમાં પિતાએ પુત્રી સાથે અડપલાં કર્યા હતાં. 10 વર્ષની બાળકી સાથે તેના જ પિતાએ રસોડામાં શારીરિક અડપલા કર્યા હતા. દીકરીએ જ્યારે આ બાબતનો પ્રતિકાર કર્યો ત્યારે નરાધમ પિતાએ પોતાની દીકરીને લાફો મારી દીધો હતો અને બાદમાં પાડોશમાં દોડીને ભાગી ગઈ હતી અને પાડોશીને સમગ્ર બાબતની જાણ કરતા પાડોશીએ બાળકીની માતાને ફોન કરીને તાત્કાલિક ઘરે આવી જવાનું કહ્યું હતું. ત્યારબાદ દીકરીએ પોતાની માતાને આપવીતી જણાવી હતી.


Share this Article
TAGGED: , ,