સુંદરતા એક એવો શબ્દ છે જેને કોઈ વ્યાખ્યાની જરૂર નથી, તે માત્ર જોઈ શકાય છે. પરંતુ સમયની સાથે અને કોસ્મેટિક સર્જરી ઉદ્યોગમાં ઘણી નવી પ્રક્રિયાઓ દ્વારા સૌંદર્યનો અર્થ બદલાઈ ગયો છે.
આકર્ષણનું કેન્દ્ર બનવા માટે મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના કોસ્મેટિક્સનો ઉપયોગ કરે છે. પરંતુ અહી જે વાત થઈ રહી છે તે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ અને છોકરીઓ તેમના જીવનમાં ક્યારેય નહાતા નથી, છતાં તે સુંદર છે.
દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ આખા જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે. સાંભળવામાં તમને કદાચ અજીબ લાગશે પણ આ સત્ય છે. એક જનજાતિ એવી છે જ્યાં મહિલાઓના જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરવાની પરંપરા છે.
હિમ્બા આદિજાતિ ઉત્તરી નામીબિયામાં વસતા સ્થાનિક લોકો છે જેની અંદાજિત વસ્તી આશરે 50,000 લોકોની છે. આ કુનેન પ્રદેશ (હવે કાકોલેન્ડ તરીકે ઓળખાય છે) અંગોલામાં કુનેન નદીની બીજી બાજુ આવેલો છે.
હિમ્બા આદિજાતિની મહિલાઓ સ્નાન કરવાને બદલે ખાસ ઔષધિઓનો ઉપયોગ કરે છે અને તેના ધુમાડાથી પોતાના શરીરને તાજુ રાખે છે. આ ઔષધિની સુગંધથી તેમના શરીરમાંથી સારી સુગંધ આવે છે અને આ ધુમાડો તેમના શરીરમાં તાજગી આપે છે અને કીટાણુઓનો પણ નાશ કરે છે.
આ મહિલાઓ લગ્ન દરમિયાન માત્ર એક જ વાર સ્નાન કરે છે. આ મહિલાઓને પાણીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે તેથી તેઓ કપડાં પણ ધોતી નથી. આ પરંપરા ઘણા વર્ષોથી અનુસરવામાં આવે છે.
આ સિવાય અહીંની મહિલાઓ પ્રાણીઓની ચરબી અને હેમેટાઈટ સોલ્યુશનથી બનેલા સૂર્યથી તેમના શરીરને બચાવવા માટે ખાસ લોશનનો ઉપયોગ કરે છે. હેમેટાઈટને કારણે તેમની ત્વચા લાલ થઈ જાય છે. આ ખાસ લોશન તેમને જંતુના કરડવાથી પણ બચાવે છે.