મોરબીથી એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીમાં રહેતા પરિવારમાં પુત્રની સગાઈનો પ્રસંગ હોવાથી સમગ્ર પરિવાર પુત્રની સગાઈ માટે જતો હતો. પરિવારજનો પુત્રની સગાઈ માટે ખંભાળિયા જવા નીકળ્યા હતા. ત્યારે સગાઈનો પ્રસંગ પૂર્ણ કરીને પરિવાર પરત આવી રહ્યો હતો.
એવામાં નસીબના જોગે ખટિયા ગામ પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે જામનગરનાં ખંભાળિયા હાઈવે પર સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળી રહેલી વિગતો અનુસાર વાત કરીએ તો બે કાર વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. જ્યારે 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, બાદમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર 3 વ્યક્તિઓનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.