રણબીર આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ચાર વર્ષના ડેટિંગ બાદ 17 એપ્રિલે હવે રણૅબીર પોતાનાથી 11 વર્ષ નાની આલિયા ભટ્ટ સાથે લગ્ન કરશે. આ વચ્ચે રણબીરના જીવનમાં અત્યાર સુધીમા ઘણી યુવતીઓ આવી ચૂકી છે જે ચર્ચાનો વિષય બન્યો છે. રણબીર સાથે જોડાયેલા નામો અંગે અહી ચર્ચા કરવામા આવી છે.
નંદિતા મહતાની: તે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ એટલે કે સંજય કપૂરની પહેલી પત્ની છે. તે એક ફેશન ડિઝાઇનર અને ઉમરમા રણબીર કરતાં 11 વર્ષ મોટી છે. જો કે આ બને ક્યારેય પબ્લિકલી સાથે જોવા મળ્યા ન હતા પણ બન્ને સબંધમા હોવાની અટકળો તેજ થઈ હતી અને બાદમા બંને અલગ થઈ ગયા હતા.
સોનમ કપૂર: સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાંવરિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યા સમયે શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને ત્યારબાદ અલગ થઈ ગયા.
કેટરીના કૈફ: અજબ પ્રેમ કી ગજબ કહાની’થી રણબીર અને કેટરીનાના સંબધો પાંગર્યા કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં પણ કેટરીના જોવા મળી. આ સિવાય કેટરીના તથા રણબીર અંદાજે એક વર્ષ લિવ ઇનમાં પણ રહ્યા જે બાદ નીતુ સિંહને કેટરીના પસંદ ન આવતા બન્ને એકબીજાથી અલગ થયા.
દીપિકા પાદુકોણ: ફિલ્મ ‘બચના ઓ હસીનો’ના સેટ પરથી રણબીર અને દીપિકા એકબીજાની નજીક આવ્યા હતા. સૌ કોઈ જાણે છે કે આ બાદ દીપિકાએ પોતાની ગરદન પર RKનું ટેટુ કરાવ્યુ હતુ જે ચર્ચામા રહ્યુ હતુ. આ બાદ સમાચાર સામે આવ્યા કે દીપિકાએ રણબીરને અન્ય કોઈ યુવતી સાથે રંગેહાથ પકડ્યો અને બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ.
નરગિસ ફખરી: ફિલ્મ ‘રૉકસ્ટાર’માં સાથે કામ કરતા સમયે રણબીર અને નરગિસ એકબીજાના પ્રેમમા પડ્યા. તેઓ અનેક વખત ડિનર ડેટ ગયા હોવાની તસવીરો પણ સામે આવી પણ બંનેએ હમેશા આ સંબંધોનો ઇનકાર કર્યો અને છેલ્લે બન્ને અલગ થઈ ગયા.
એન્જેલા જોનસન: પોતાના કરતા સાત વર્ષ નાની એન્જેલા સાથે પણ રણબીરનો પ્રેમ સંબંધ હતો અને તેઓ ડિનર ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા. આ બાદ જ્યારે એન્જેલાએ સૌની સામે પોતે સંબધમા હોવાની વાત સ્વીકારી ત્યારે રણબીરને તે ન ગમ્યુ અને બંને અલગ થઈ ગયા.
માહિરા ખાન: પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન એક બાળકની માતા છે જેની સાથે રણબીર કપૂર પ્રેમા પડ્યો. બંને ન્યૂ યોર્કમાં સિગારેટ પીતા સાથે જોવા મળ્યા હતા અને જે બાદ તેઓ પણ અલગ પડ્યા.