Gujarat News: હાલમાં બેવડી ઋુતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે 7 દિવસ માટે રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ સાથે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા જોવામાં આવી રહી નથી. તો વળી 5 દિવસ દરમિયાન વધારે ઠંડી નહીં પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હાલમી આગાહી પ્રમાણે એવું કહી શકાય કે હમણાં ઠંડીનો પ્રકોપ નહીં વધે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાન પણ સામાન્ય રહેશે. અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તો બે દિવસ પછી તાપમાન 1 ડિગ્રી જેટલુ વધશે. અમુક વિસ્તારમાં હાલમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા પણ જોવા મળે છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે. આ સાથે આગામી 7 વરસાદની પણ કોઈ સંભાવના નથી. ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે.
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે. જે મુજબ 29મી ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી શરૂ થશે. 29મી ડિસેમ્બરથી દરેક ગુજરાતીઓએ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જશે એવું પણ હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું છે.