સુરતમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરો ભાજપનો કેસરિયો ખેસ કર્યો છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના 06 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉધના ખાતે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કેસરિયો ધારણ કર્યો છે. સુરત મનપાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પુષ્ટી કરી છે કે આપના 6 કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા છે.
તમને જણાવી દઈએ કે, પહેલા 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે સમાચાર મળી રહ્યા છે કે બીજા 6 કોર્પોરેટર AAPમાંથી રાજીનામું આપ્યું છે અને આ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. આપમાંથી રાજીનામું આપનારા કોર્પોરેટરમાં સ્વાતિબેન કયાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણભાઈ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા, જયોતિ લાડિયાસનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના કુલ 10 કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
મોડી સાંજે જોડાયેલા કોર્પોરેટર
• સ્વાતિ ક્યાડા વોર્ડ નં 17
• નિરાલી પટેલ વોર્ડ નં 5
• ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નં 4
• અશોક ધામી વોર્ડ નં 5
• કિરણ ખોખાણી વોર્ડ નં 5
• ઘનશ્યામ મકવાણા વોર્ડ નં 4
આમ આદમી પાર્ટીના 10 જેટલા કોર્પોરેટરો ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આપને બાય બાય કહી દીધું છે. ભાજપના આગેવાનો પણ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે. જે 10 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે, તેઓના નીચે મુજબના નામ સામે આવી રહ્યા છે.
કોરોનાને લઈ સૌથી ડરામણી આગાહી, આગળના મહિનાથી રોજ 50,000 કેસ આવશે, પહેલાની જેમ જ માણસો ટપોટપ મરશે
• સ્વાતિ ક્યાડા વોર્ડ નં 17
• નિરાલી પટેલ વોર્ડ નં 5
• ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નં 4
• અશોક ધામી વોર્ડ નં 5
• કિરણ ખોખાણી વોર્ડ નં 5
• ઘનશ્યામ મકવાણા વોર્ડ નં 4
• જ્યોતિબેન લાઠિયા વોર્ડ નં 8
• ભાવનાબેન સોલંકી વોર્ડ નં 2
• વિપુલ માવેલિયા વોર્ડ નં 16