Gujarat News: હાલમાં ગુજરાતમાં સવારે અને સાંજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યારેક ક્યારેક માવઠાંની પણ વાતો સાંભળવા મળે છે. હવે હવામાન વિભાગે નવી આગાહી કરી છે અને જણાવ્યું છે કે આજે કેવું વાતાવરણ રહેશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા આગામી સમયમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે.
પહેલા વાત કરીએ ન્યુનતમ તાપમાનની તો આજે અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી અને આણંદ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાનનું અનુમાન છે. દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
આજના હવામાન વિશે વાત કરીએ તો આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આજે 29 ડિગ્રી તાપમાન રહેશે. અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
એ જ રીતે બોટાદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાનનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અમરેલી, ભરુચ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, સુરત, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.