નેપાળથી ભારતમાં આવી ગયો ટામેટાંનો અઢળક જથ્થો, આજથી 50 રૂપિયે કિલો મળવાનું શરૂ, જાણો ક્યાં ક્યાં મળશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : છેલ્લા બે મહિનામાં દેશમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચાની સાથે ટામેટાના ભાવ (Tomato Price) પણ હેડલાઇન્સમાં છે. આ સમયગાળા દરમિયાન, ટામેટાના છૂટક ભાવ કિલો દીઠ 300 રૂપિયાના ઊંચા સ્તરે પહોંચી ગયા હતા, જોકે હવે થોડી રાહત મળી છે. સરકારના હસ્તક્ષેપ બાદ લોકોના રસોડામાંથી ગુમ થયેલા ટામેટા ફરી એકવાર દેખાવા લાગ્યા છે. વાસ્તવમાં ગ્રાહકોને સસ્તા ભાવે ટામેટા આપવા માટે સરકાર અન્ય સ્થાનિક ઉત્પાદક રાજ્યોની સાથે નેપાળથી ટામેટાની આયાત કરી રહી છે. તેમાંથી 5 ટન નેપાળી ટામેટા ભારત પહોંચી ગયા છે. 17 ઓગસ્ટ ગુરુવારથી ઉત્તર પ્રદેશમાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.

 

ગુરુવારથી યુપીમાં ટામેટાનું વેચાણ

નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NCCF) એ બુધવારે જણાવ્યું હતું કે પડોશી દેશ નેપાળથી લગભગ 5 ટન આયાતી ટામેટાં ટૂંક સમયમાં ભારત પહોંચવાની તૈયારીમાં છે. ગુરુવારથી આ ટામેટા ઉત્તર પ્રદેશના તમામ શહેરોમાં સસ્તા ભાવે વેચવામાં આવશે. રાજ્યના શહેરોમાં લોકોને રાહત આપવા માટે આ નેપાળી ટામેટાનું છૂટક વેચાણ 50 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે કરવામાં આવશે. એનસીસીએફના મેનેજિંગ ડિરેક્ટર (NCCF MD) એનિસ જોસેફ ચંદ્રાના જણાવ્યા અનુસાર, નેપાળથી આયાત કરવામાં આવતા ટામેટાંનું વેચાણ ગુરુવારથી ઉત્તર પ્રદેશમાં શરૂ થશે.

 

 

10 ટન ટામેટાં માટે કરાર

ચંદ્રાએ જણાવ્યું હતું કે લગભગ ૫ ટન ટામેટાં રસ્તામાં છે અને સબસિડીવાળા દરે તેનું છૂટક વેચાણ આવતીકાલે ઉત્તર પ્રદેશમાં શરૂ થશે. નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે નેપાળથી 10 ટન ટામેટાંની આયાત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમાંથી 3-4 કે 5 ટન ટામેટા ગુરુવારે આવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, એનસીસીએફ માત્ર નેપાસમાંથી ટામેટાંની આયાત જ નથી કરી રહ્યું, પરંતુ સ્થાનિક ખરીદી પણ સતત ચાલુ છે. જેથી ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપતી વખતે ટામેટા સસ્તામાં ઉપલબ્ધ કરાવી શકાય.

 

નેપાળી ટામેટાંની શેલ્ફ લાઇફ ખૂબ ટૂંકી છે.

દિલ્હી-એનસીઆર (Delhi-NCR) અને ઉત્તર પ્રદેશ (uttar pradesh) ઉપરાંત દેશના અન્ય ભાગોમાં સસ્તા ભાવે નેપાળથી આવતા ટામેટાંના વેચાણનું કારણ જણાવતા એનસીસીએફના એમડી જોસેફ ચંદ્રાએ જણાવ્યું હતું કે, આયાતી ટામેટાં ભારતના અન્ય ભાગોમાં વેચી શકાય નહીં કારણ કે તેની શેલ્ફ લાઇફ ટૂંકી છે. ઉત્તર પ્રદેશમાં નેપાળ અને સ્થાનિક રાજ્યોમાંથી લાવવામાં આવેલા ટામેટાંનું વેચાણ પસંદગીના સ્થળોએ મોબાઇલ વાન દ્વારા કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

 

ગુજરાત સહિત 100 શહેરોમાં 10,000 ઈલેક્ટ્રિક બસો દોડશે, 57,000 કરોડના પ્રોજેક્ટને મોદી સરકારે આપી દીધી મંજૂરી

રણબીરના કારણે આલિયા નથી કરતી લિપસ્ટિક! અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો-રણબીરને કોરા હોઠમાં જ મજ્જા આવે…

200 કરોડનો આંકડો પાર કર્યા બાદ સની દેઓલ અને ટીમ ફૂલ મોજમાં, જુઓ પ્રાઈવેટ જેટના અંદરનો વીડિયો

 

 

દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં વેચાઇ રહ્યા છે સસ્તા ટામેટા

એનસીસીએફના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ પહેલા દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં દેશના અન્ય ઉત્પાદક રાજ્યોમાંથી ખરીદવામાં આવેલા ટામેટાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. જો કે ઊંચા સ્તરે પહોંચેલા ટામેટાના ભાવમાં હવે ઘટાડો દેખાવા લાગ્યો છે. સરકારી આંકડાઓ પર નજર કરીએ તો ટામેટાનો સરેરાશ હોલસેલ ભાવ 15 ઓગસ્ટ 2023ના રોજ ઘટીને 88.22 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જે એક મહિના પહેલા 100 રૂપિયા હતો. આ ઉપરાંત ટામેટાંનો સરેરાશ છૂટક ભાવ પણ 107.87 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

 

 


Share this Article
TAGGED: ,