હે મેઘરાજા કંઈક કૃપા કરો, વરસાદની રાહે ચોધાર આંસુડે રડતો ગુજરાતનો ખેડૂત, જાણો કેટલી ખતરનાક સ્થિતિ થઈ ગઈ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

મહેસાણા (mahesana) જિલ્લામાં વરસાદ ખેચાંતા ખેડૂતો (farmars) મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 20 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની સ્થિતિ ઉભી થઇ છે. સતલાસણા, ખેરાલુ, વડનગર, બહુચરાજી, કડી અને જોટાણા તાલુકાઓના અમુક વિસ્તાર એવા છે કે ખેતી માટે પૂરતું પાણી મળતું નથી. અને ચોમાસામાં ફક્ત વરસાદી પાણી ઉપર જ ખેડૂતો ખેતી  કરે છે, આથી વરસાદ ઉપર નિર્ભર ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 15 દિવસથી પાણી નહીં મળતા ધનાળા ગામના પાટીયા પાસે એકઠા થઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી નર્મદા કેનાલના અધિકારીઓ સુધી વાત પહોંચાડવાની રજૂઆત કરાઈ હતી.

 

અરવલ્લી જિલ્લામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો

અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે ખરીફ પાક પર ખતરો તોળાઈ રહ્યો છે. અંદાજે 2 લાખ હેક્ટરમાં મગફળી,કપાસ અને મકાઈ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

 

 

મામલતદાર દ્વારા કલેક્ટરનાં આદેશનું પાલન ન થતા ખેડૂતોને લાખોનું નુકશાન

જૂનાગઢ જીલ્લાનાં માળિયા હાટીનામાં નદીનાં કુદરતી વહેણને વગદાર લોકોએ બંધ કરી દેતા ખેડૂતોનાં પાકને સિંચાઈ માટે પાણી ન મળતા નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ફરિયાદ થતા આખતે કોઝ વે તોડી પાડવાનો આદેશ અપાયો હતો. કલેક્ટરનાં આદેશની અમલવારી ન થતા ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. માળિયા હાટીના તાલુકાનાં જામવાડી ગામમાં નદીનાં વહેણને રોકી કોઝવે બનાવામાં આવ્યો હતો.

 

 

નદી પર 1 મીટરની ઉંચાઈનાં કોઝવેને બદલે 12 મીટર જેટલો ગેરકાયદેસર કોઝવે બનાવી દેવાયો હતો. પરંતું કોઝવેને તેની ઉંચાઈ કરતા વધુ ઉંચો બનાવી દેવામાં આવતા નદીનાં પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતું.  જે બાબતે સરપંચ દ્વારા કલેક્ટરને ફરિયાદ કરતા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર કોઝવે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. પરંતું મામલતદાર દ્વારા કલેક્ટરનાં આદેશનું પાલન ન થતાં ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે.

 

ઓછા બજેટમાં આટલી મોટી સફળતાથી દુનિયા પણ આશ્ચર્યચકિત થઈ, ઈસરોએ કેવી રીતે કરી બતાવી આ અજાયબી?

શાહરૂખ સલમાન પણ જોતા રહી ગયા, ગદર-2 હિટ થયા બાદ સની દેઓલની ફીમાં તોતિંગ વધારો, જાણો હવે કેટલા લે છે!

બહેન જો રક્ષાબંધનના દિવસે આ એક ઉપાય કરી નાખે તો ભાઈ બની જશે કરોડપતિ, જલ્દી જાણી લો

 

સપ્ટેમ્બરમાં વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જવાની શક્યતા

ચાલુ સીઝનમાં ગીરસોમનાથમાં છેલ્લા 30 વર્ષનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. વરસાદ ખેંચાતા હવે પાણીની અછતનાં કારણે ખેડૂતોને નુકશાન થવાની સંભાવના છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં અતિભારે વરસાદ બાદ હવે વરસાદ ન વરસતા પાક નિષ્ફળ  જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. ગીર સોમનાથનાં અનેક વિસ્તારોમાં જળતાંડવમાં બચી ગયેલ પાક પાણીની અછતનાં કારણે સુકાવા લાગ્યો છે. વરસાદ ન આવતા ખેડૂતોએ પાકને પિયત આપવાની જરૂર પડી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો સપ્ટેમ્બરમાં વરસાદ ન આવે તો ખેતરમાં મોંઘા બિયારણ લાવી વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની શક્યતા છે.

 


Share this Article