કર્ણાટકમાં વારંવાર વિવાદોમાં ઘેરાયેલા શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે લવ જેહાદનો બદલો લેવા માટે હિંદુ યુવકોને મુસ્લિમ યુવતીઓને ફસાવી દેવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. મુથાલિકે આવું કરનારાઓને સુરક્ષા અને રોજગાર આપવાની ખાતરી પણ આપી હતી. કર્ણાટકના બાગલકોટમાં લોકોની ભીડમાં ભાષણ આપતા પ્રમોદ મુથાલિકે કહ્યું હતું કે ‘સ્થિતિ આજે પણ એવી જ છે. લવ જેહાદમાં અમારી છોકરીઓનું શોષણ થાય છે. દેશભરમાં હજારો છોકરીઓને પ્રેમના નામે છેતરવામાં આવે છે. આપણે તેમને ચેતવણી આપવી જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રમોદ મુથાલિકે કહ્યું કે ‘અમે એ પણ જાણીએ છીએ કે છોકરીઓને કેવી રીતે લલચાવવી, હું પોતે નથી જાણતો. હું અહીંના યુવાનોને આમંત્રિત કરવા માંગુ છું. જો આપણે એક હિંદુ છોકરી ગુમાવીએ તો દસ મુસ્લિમ છોકરીઓને ફસાવી જોઈએ. જો તમે આમ કરશો તો શ્રી રામ સેના તમારી જવાબદારી લેશે અને તમામ પ્રકારની સુરક્ષા અને રોજગાર આપશે. એવો આરોપ છે કે પ્રમોદ મુથાલિક કટ્ટર જમણેરી સંગઠન ચલાવે છે અને પોતાના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે ઘણીવાર સમાચારોમાં રહે છે.
શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે થોડા મહિના પહેલા જ કહ્યું હતું કે તેઓ અને 25 ‘કટ્ટરપંથી’ હિન્દુવાદીઓ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડશે. મુથાલિકે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી લડવાનો વાસ્તવિક હેતુ હિંદુઓની સુરક્ષા કરવાનો છે.
આ બેંકની ખુલી છૂટ, કહ્યું- અમે હજુ પણ અદાણીને જેટલી જોઈએ એટલી લોન આપશું, લાખો ગુજરાતીઓના ખાતા છે!
તેમણે સત્તાધારી ભાજપ પર આરોપ લગાવ્યો કે માત્ર હિન્દુઓના સમર્થનથી સત્તામાં આવેલી ભાજપ હિન્દુ સમુદાય અને હિન્દુત્વની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. મુથાલિકે કહ્યું હતું કે જે લોકો ભાજપમાંથી ચૂંટણી જીતે છે તેઓ કંઈ ખાસ કરી શક્યા નથી. તેથી જ કર્ણાટકમાં કટ્ટરપંથી હિંદુવાદીઓએ 2023ની વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.