બાપ રે બાપ: તુર્કીને શ્વાસ નથી લેવાતો, ઝટકા પર ઝટકા આવે છે, અત્યાર સુધીમાં 100થી વધુ આફ્ટરશોક, તસવીરો જોઈ રડાઈ જશે!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Turkey-Syria Earthquake: તુર્કી અને પડોશી સીરિયામાં સોમવારે 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપે બધું તબાહ કરી નાખ્યું. 5000 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે હજારો ઈમારતોને ભારે નુકસાન થયું છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે કારણ કે બચાવકર્તા હજુ પણ કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધી રહ્યા છે. આ પછી પણ તુર્કીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. શક્તિશાળી ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 100થી વધુ આફ્ટરશોક્સ આવી ચૂક્યા છે. અહીંના ભયંકર વિનાશથી લોકો ગભરાઈ ગયા છે… તસવીરો જોઈને તમે કલ્પના કરી શકો છો કે આ તબાહી કેટલી મોટી હતી.


આ તસવીર ઇદલિબ પ્રાંતમાં તુર્કીની સરહદ પાસે આવેલા હેરમ શહેરની છે, જ્યાં શોધકર્તાઓ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.


વિવાદિત તુર્કી-સીરિયન પ્રાંત હટાયમાં શોધ અને બચાવ કામગીરી દરમિયાન કટોકટી કામદારો કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. તેઓ ઘાયલોના શ્વાસના અવાજ પરથી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ ક્યાં દટાયા આવ્યા છે.

હટાય, તુર્કીમાં ધરાશાયી થયેલી ઇમારતોનું હવાઈ દૃશ્ય, જે વિનાશની હદનો ખ્યાલ આપે છે. તમામ મકાનોને ભારે નુકસાન થયું છે.

સીરિયાના અલેપ્પો જિલ્લાનું હવાઈ દૃશ્ય સ્પષ્ટપણે દર્શાવે છે કે એવું કોઈ ઘર નથી કે જેને નુકસાન ન થયું હોય.

અધિકારીઓને ડર છે કે સોમવારે પરોઢ પહેલાં આવેલા ભૂકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક વધી શકે છે કારણ કે બચાવકર્તાઓએ મંગળવારે કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાનું ચાલુ રાખ્યું હતું. દેશમાં શોકનો માહોલ છે. ત્યાંના લોકો રડી રહ્યા છે કારણ કે તેમના પ્રિયજનો ફસાયા છે.

આ તસવીર હેરાન કરે તેવી છે. આ તસવીર સીરિયાના આફ્રીનની એક હોસ્પિટલની છે, જેમાં બેગમાં ભરેલી લાશો જમીન પર પડી છે.

VIDEO: અમે કોંગ્રેસને ખરાબ માનતા’તા, તમે તો એનાથી પણ બદ્દતર છો… ભાજપના MLA ને ગામલોકોએ મનફાવે એવી સંભળાવી

“2014માં અદાણી અમીરોની યાદીમાં 609માં નંબરે હતા અને પછી એવો શું જાદુ થયો કે સીધા બીજા નંબરે આવી ગયાં”

વારા પછી વારો, મારા પછી તારો…. હવે અમીરોની યાદીમાં અંબાણીનો ફગોળિયો થયો, અદાણી ખાલી આટલા નંબર જ પાછળ

તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ ભૂકંપના કારણે થયેલા વિનાશ બાદ દેશના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ઉચ્ચતમ સ્તરની કટોકટી જાહેર કરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly