રશિયા યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. હવે યુક્રેનના સામાન્ય નાગરિકોએ પણ રશિયન સેનાનો મુકાબલો કરવા માટે હથિયાર ઉપાડ્યા છે. સૌંદર્યની રાણી અને ભૂતપૂર્વ મિસ ગ્રાન્ડ યુક્રેન, અનાસ્તાસિયા લેના, રશિયન આક્રમણ સામે લડવા માટે યુક્રેનિયન સેનામાં જોડાઈ હોવાના અહેવાલ છે.
તેણે બંદૂક ઉંચી કરીને અને મિલિટરી યુનિફોર્મમાં તસવીર પોસ્ટ કરીને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પડકાર ફેંક્યો છે.અનાસ્તાસિયા લેના વર્ષ 2015માં મિસ યુક્રેનનો ખિતાબ જીતી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે જે કોઈ પણ કબજાના ઈરાદાથી યુક્રેનની સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે તેને મારી નાખવામાં આવશે. લીનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે તેણે પોતાના ઘરની રક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે.
તમને જણાવી દઈએ કે અનાસ્તાસિયા લેનાના ઈન્સ્ટાગ્રામ પર 75 હજાર ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. યુક્રેનના લોકો તેને ખૂબ પસંદ કરે છે. અનાસ્તાસિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની સૈનિકો સાથેની તસવીર પણ શેર કરી અને તેમને સાચા અને મજબૂત નેતા ગણાવ્યા.
અનાસ્તાસિયાએ અન્ય એક પોસ્ટમાં મજાકમાં લખ્યું કે જે રીતે અમારી યુક્રેનિયન સેના લડી રહી છે, નાટોએ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા યુક્રેનની મહિલા સાંસદ કિરા રુડિકની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તે બંદૂક લઈને જોવા મળી રહી છે.