Gujarat News : કેન્દ્રીય મંત્રાલય (Union Ministry) ના સંસદમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત નથી (Girls are not safe). કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં એક ચોક્વાનારો રીપોર્ટ રજૂ કર્યો છે. જે મુજબ ગુજરાતમાં દર વર્ષે સરેરાશ દોઢ હજાર છોકરીઓ લાપતા થાય છે.
365 છોકરીઓનો હજુ સુધી કોઈ અતોપતો જ નથી
સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં સ્વીકાર્યું છે કે ગુજરાતમાં (gujarat) ગુમ થયેલી 18 વર્ષથી ઓછી વયની 365 છોકરીઓનો હજુ સુધી કોઈ અતોપતો જ નથી. ત્યારે ગુજરાતમાં દિકરીઓ ગુમ થઈ રહી છે તે એક ચિંતાનો વિષય બની ગયો છે.
સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિપોર્ટ રજૂ કર્યો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કરેલ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2017માં 1528 છોકરીઓ ગુમ થઈ હતી, જેમાંથી 1177 પરત મળી આવી હતી. જ્યારે 2018માં 1680 ગુમ થયેલ છોકરીઓમાંથી 1321 પરત મળી આવી હતી. 2019માં 1403, 2020માં 1345 અને 2021માં 1474 છોકરીઓ ગુમ થઈ હતી. જેમાંથી 2019માં 973, 2020માં 920 અને 2021માં 1109 છોકરીઓ પરત મળી આવી હતી. જ્યારે 365 છોકરીઓનો હજુ સુધી કોઈ અતોપતો નથી.
એકસાથે 429 બેન્ક કર્મચારીઓને દગો આપવાના કેસમાં કંઈ રીતે ફસાઈ ગઈ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં? જાણો અહીં વિગતે
એક સોશિયલ મીડિયા પોસ્ટ અને બધો ખુલાસો થઈ ગયો, નુંહ હિંસાનો જિમ્મેદાર કોણ છે એ વિશે ખબર પડી ગઈ
આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો
ગુજરાતમાં દરરોજ 4 છોકરીઓ ગુમ થાય છે
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં દરરોજ 18 વર્ષથી ઓછી વયની 4 છોકરીઓ કોઈને કોઈ કારણોસર ગુમ થાય છે, આ વાત નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા પરથી સાબિત થાય છે.