Gujarat weather forecast: હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે, આજે 30 માર્ચે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છ તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઇ છે.
આ સાથે જ હવામાન વિભાગની કાલની 31 માર્ચની વાત કરીએ તો સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. હવે બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. તથા સૌરાષ્ટ્ર, મ.ગુજરાત, ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ રહેવાની પણ વકી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. તો વળી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.
એ જ રીતે અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરતા જણાવ્યુ કે, 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.
હવે અંબાલાલ પટેલે ગુજરાતીઓની ઉંઘ હરામ કરી નાખી, આ તારીખ બાદ સાપ કરડવાની ડરામણી આગાહીથી ફફડાટ
ઉલ્લેખનીય છે કે વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 31 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય કમોસમી વરસાદ થશે.