હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વીજીન લાલે હવામાન વિશે નવી આાગાહી કરતાં જણાવ્યું હતું કે 6 અને 7 તારીખ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી છે. જેમાં 7 તારીખે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાં છે. 7 તારીખે રાજકોટ, અમરેલી, દાહોદ, ડાંગમાં વરસાદની સંભાવનાં છે.
જો કે બીજી તરફ હવે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાં છે. ત્યારે અમદાવાદમાં હાલ તાપમાનનો પારો 39 ડીગ્રી છે. જે વધીને 41 થી 42 ડીગ્રી જઈ શકે છે. તો આ તરફ આગામી 48 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો વળી આજે 7 તારીખે દાહોદ, તાપી, ડાંગ તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. તેમજ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે.