heavy rain in Banaskantha: ગુજરાતમાં હાલમાં બધી ઋતુ એકસાથે ચાલી રહી છે. ક્યાંક ઠંડીના કારણે હિમવર્ષા થઈ રહી છે, ક્યાંક ચામડી દઝાડતી ગરમી પડી રહી છે તો વળી ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એવામાં હવે 3 દિવસમ માટે બનાસકાંઠા જિલ્લામાં ફરી હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે.
ફરી હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરતા ફરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠામાં તારીખ 15,16,17 ના રોજ વરસાદની આગાહી કરી છે. આ આગાહી બાદ ખેડૂતો ફરીથી ચિંતામાં મુકાયા છે. તાજેતરમાં જ પડેલા કરા સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને લાખોનું નુકસાન વેઠવાનો વારો તો આવ્યો જ છે અને જો હજુ માવઠું પડશે તો વધારે નુકસાન થશે. કારણ કે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને મોટાભાગના લોકો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
હવામાન વિભાગની હાલની જ આગાહીના પગલે કરા સાથે કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખેતરમાં પડેલા બટાકા, રાયડો, તમાકુ, ઘઉં, જીરું, દાડમ સહિતના પાકોને મોટું નુકસાન થયું હતું.
રાજકોટનો પાગલ રોમિયો, GF સાથે વીડિયો કોલમાં રોમાન્સ કરતાં-કરતાં પ્રાઈવેટ પાર્ટ પર બ્લેડ મારી દીધી
આ જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં માંથી બટાકા, ઘઉં, રાયડો, તમાકુ, જીરું પાકોનું ઉત્પાદન લઈ રહ્યા હતા. કરા સાથે કમોસમી વરસાદ થતાં લાખો નહીં પરંતુ કરોડોનું નુકસાન થવા પામ્યું હતું. ત્યારે હવે આજથી 3 દિવસની આગાહી કેટલું નુકસાન કરે છે એ વિચારીને ખેડૂતો પણ રડી રહ્યા છે.