આ વખતે કૂદરત ખરેખર આપણા પણ રુઠી, કમોસમી વરસાદે 73 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હજુ પણ પડવાની આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
WEATHER CHANGE
Share this Article

માર્ચ મહિનામાં દેશમાં હવામાનના બે રંગ જોવા મળ્યા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, માર્ચના પ્રથમ બે અઠવાડિયા ગરમ રહ્યા છે. જ્યારે પછીના બે અઠવાડિયામાં હવામાન ઠંડુ રહ્યું છે. માહિતી અનુસાર, છેલ્લા 73 વર્ષમાં માર્ચના છેલ્લા બે અઠવાડિયા દસ સૌથી ઠંડા અઠવાડિયામાં સામેલ છે. માર્ચ મહિનામાં વરસાદે પણ મુશ્કેલી વધારી છે.

દિલ્હીમાં માર્ચનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.31 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. માર્ચમાં દિલ્હીમાં 34મી વખત વાતાવરણ ઠંડુ રહ્યું છે. દિલ્હીમાં માર્ચના પ્રથમ બે અઠવાડિયા સામાન્ય કરતા 2.1 અને 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતા.તે જ સમયે, આગામી બે અઠવાડિયા સામાન્ય કરતા 2.8 અને 2.5 ડિગ્રીથી નીચું હતં. જેણે 73 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.

 

MOSOON

રાજ્યોના પારામાં વધઘટ

દેશના 30માંથી 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હવામાન સંબંધિત ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છો. તેમાંથી છ રાજ્યો આસામ, પંજાબ, ત્રિપુરા, કેરળ, મણિપુર અને મિઝોરમ એવા છે જ્યાં ઉનાળો સામાન્ય કરતાં 0.5 ડિગ્રી વધારે હતો.જ્યારે સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, મેઘાલય, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 1.1 ડિગ્રી ઘટીને 4.99 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

 

MOSOON

 

માર્ચ 1951 પછી સૌથી ઠંડો

IMD અનુસાર, 29 માર્ચ સુધી દેશનું સરેરાશ મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી હતું. ગ્રીડ કરેલા ડેટા સેટ મુજબ, 1981થી 2010 સુધીનું સરેરાશ તાપમાન 0.96 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. 1951 પછી માર્ચનું તાપમાન સૌથી ઠંડુ રહ્યું છે. માર્ચના હવામાનને લઈને વિભાગની આગાહીમાં માર્ચમાં આ રીતે પારો ગગડશે એવું કંઈ જ નહોતું.

 

MONSOON

 

આવું થવાના પાંચ મુખ્ય કારણો

1. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એકસાથે સક્રિય થવાને કારણે પારામાં ઘટાડો.
2. રાજસ્થાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિભ્રમણનું ઉચ્ચ સ્તર.
3. ઉપલા ટ્રોપોસ્ફિયરમાં 120થી 200 કિમીની ઝડપે પવન.
4. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજના સ્તરમાં વધારો.
5. માર્ચમાં કમોસમી વરસાદને કારણે દેશના ઘણા વિસ્તારોમાં પારો ગગડ્યો હતો.

MONSOON

 

આબોહવા પરિવર્તનમાં ભારતની ભૂમિકા 4.8 ટકા છે

આબોહવા સંકટ માટે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં ભારતની ભૂમિકા 4.8 ટકા છે અને અમેરિકાનો હિસ્સો 17.3 ટકા છે. આ યાદીમાં ચીન 12.3 ટકા સાથે ત્રીજા નંબરે છે. નેચર જર્નલમાં પ્રકાશિત અહેવા મુજબ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, નાઈટ્રસ ઓક્સાઈડ જેવા વાયુઓનું ઉત્સર્જન વધી રહ્યું છે. અર્થવ્યવસ્થાને વેગ આપવાના પ્રયાસમાં આ વાયુઓ વિશ્વનું તાપમાન વધારવાનું સાધન બની રહ્યાં છે.

 

MONSOON

 

ત્રણ વાયુઓ મોટાભાગે જવાબદાર છે

બ્રિટનના ટિંડલ સેન્ટર ફોર ક્લાઈમેટ રિસર્ચ અને અન્ય સંસ્થાઓના સંયુક્ત અહેવાલ મુજબ ત્રણ વાયુઓ વાતાવરણમાં ગરમી વધારવાનું મુખ્ય પરિબળ છે.
2021 સુધીમાં, આ વાયુઓના ઉત્સર્જનથી વૈશ્વિક તાપમાનમાં 0.28, ચીનમાં 0.20, રશિયામાં 0.10, બ્રાઝિલમાં 0.08 અને ભારતમાં 0.05 ડિગ્રી સેલ્સિયનો વધારો થયો છે. તેવી જ રીતે, જાપાન, કેનેડા અને બ્રિટન વૈશ્વિક તાપમાનમાં 0.03થી 0.05 ડિગ્રી સેલ્સિયસનું યોગદાન આપી રહ્યા છે.

 

સાવ સાદુ જીવન જીવતા સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ પાસે હોટેલમાં છાસના એક ગ્લાસના 200 રૂપિયા બોલો

અદાણી-અંબાણી નહીં આ વ્યક્તિએ ભારતનું સૌથી મોંઘું ઘર ખરીદ્યું, માત્ર સ્ટેમ્પ ડ્યુટીની કિંમત અનેક બંગલા-મર્સિડીઝ કાર જેટલી

જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ

 

વિકસિત દેશોની ભૂમિકા મહત્વની છે

રિસર્ચ પેપર મુજબ, ઔદ્યોગિક ક્રાંતિ પછી વૈશ્વિક તાપમાનમાં વધારાની દિશામાં વિકસિત દેશોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વૈશ્વિક તાપમાનમાં વધારો અટકાવવા માટે, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વિશ્વભરમાં કામ ચાલી રહ્યું છે. આ હોવા છતાં, વાયુઓના ઉત્સર્જન અને વૈશ્વિક તાપમાનમાં વધારો વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. નિષ્ણાતોના અંદાજ મુજબ આ ત્રણેય વાયુઓ પર્યાવરણની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થશે.


Share this Article