ઉત્તરાખંડના હલ્દવાની શહેરની અંદર ગેરકાયદેસર મકબરો અને મસ્જિદ તોડી પાડવાને લઈને પ્રશાસન અને સ્થાનિક લોકો આમને-સામને આવી ગયા છે. બદમાશો દ્વારા વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. આગની ઘટના બાદ ચારેબાજુ અફરા-તફરી મચી ગઈ હતી. ઘટના બાદ સ્થિતિ કાબૂ બહાર થતી જોઈને મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે અને અશ્રુવાયુનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
BIG BREAKING: Muslim mob attacked police and journalists, pelting stones and setting vehicles outside the police station on fire, in response to the Administration's attempt to demolish an illegal Madrasa.
Several cops, journalists injured.
📍Banbhoolpura, Haldwani, Uttarakhand pic.twitter.com/4nHChEMT6T
— Treeni (@_treeni) February 8, 2024
જિલ્લાની સમગ્ર ફોર્સ, તમામ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર છે. આ ઘટના અંગે ફોન પર વાત કરતા ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે અમે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છીએ અને પરિસ્થિતિને બગડવા દેવામાં આવશે નહીં.ઘણી જગ્યાએ પથ્થરમારો અને મારપીટ થઈ રહી છે. ભારે પોલીસ ફોર્સ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓ સતત પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.
બાણભૂલપુરા પોલીસ સ્ટેશન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનો સળગાવી દેવામાં આવ્યા છે. પથ્થરમારામાં ફસાયેલી મહિલા પોલીસકર્મીને એક વ્યક્તિએ પોતાના ઘરમાં આશરો આપ્યો છે. એક મીડિયા પર્સનની કારને પણ આગ લગાવવામાં આવી હતી.