હે ભગવાન! વર્લ્ડ કપ પેહલા ભારતની ક્રિકેટ ટીમ પર દુઃખોનો પહાડ તૂટ્યો, આ ખેલાડીનો થયો જીવલેણ અકસ્માત, માંડ જીવ બચ્યો

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News : ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમના લેજન્ડરી ક્રિકેટરની કારમાં અત્યંત જીવલેણ અને જોખમી અકસ્માત સર્જાયો છે. જોકે આટલા મોટા અકસ્માત બાદ પણ ટીમ ઇન્ડિયાના આ ટેલેન્ટેડ ક્રિકેટરનો જીવ બચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ક્રિકેટરની કાર સાથે કેન્ટર ટકરાયું હતું અને તેમાં સ્પષ્ટ રીતે કેન્ટર ડ્રાઇવરની ભૂલ હતી. અકસ્માત બાદ કેન્ટરના ચાલકને સ્થળ પર જ પકડીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

 

 

આ ક્રિકેટરનો થયો જીવલેણ અકસ્માત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં રમનાર ભારતીય ટીમ ના ફાસ્ટ બોલર પ્રવીણ કુમારની કારને કેન્ટરે ટક્કર મારી છે. આ અકસ્માત સમયે તેની કારની અંદર ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર અને તેનો પુત્ર પણ હાજર હતા. અમને અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તે મુજબ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર અને તેનો પુત્ર હજુ પણ સુરક્ષિત છે અને તેને વધારે ઇજા નથી થઇ.

 

 

જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે મેરઠના બાગપત રોડ પર મુલ્તાન નગરનો રહેવાસી ટીમ ઈન્ડિયાનો પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર પોતાની ડિફેન્ડર કારમાં પાંડવ નગર તરફ આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ એક ઝડપી કેન્ટરે પ્રવીણ કુમાર ને ટક્કર મારી હતી. અકસ્માત બાદ એસપી સિટી પિયુષ કુમારે જણાવ્યું હતું કે, કેન્ટર ચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ક્રિકેટર પ્રવીણ કુમાર અને તેનો પુત્ર સુરક્ષિત છે.

 

જાવ મોજ કરો: પેટ્રોલ પર કેન્દ્રીય મંત્રી ગડકરીની મોટી જાહેરાત, 15 રૂપિયા પ્રતિ લિટરમાં મળવા લાગશે પેટ્રોલ

પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ

અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા

 

પ્રવીણ કુમારની ક્રિકેટ કારકિર્દી

પોતાના સ્વિંગથી વિરોધી બેટ્સમેનો પર તબાહી મચાવવા માટે જાણીતા 36 વર્ષીય પ્રવીણ કુમાર પણ ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ, વનડે અને ટી20 ઇન્ટરનેશનલના ત્રણેય ફોર્મેટનો હિસ્સો રહી ચૂક્યા છે. પ્રવીણ કુમારે ભારત માટે માત્ર 6 ટેસ્ટમાં 27 વિકેટ, 68 વન ડેમાં 77 વિકેટ અને 10 ટી-20 મેચમાં 8 વિકેટ ઝડપી હતી. માત્ર 26 વર્ષની ઉંમરે આ ફાસ્ટ બોલરની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી ગયો. પ્રવીણ કુમારે વર્ષ 2012માં ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે બાદ તેને ફરી ક્યારેય ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી નહતી. પ્રવીણ કુમારે વર્ષ 2007માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું.

 


Share this Article