યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં ભદરવી પૂનમ નોમેળો ચાલી રહ્યો છે ત્યારે માં અંબાને નિમંત્રણ આપવા આવતા ભક્તો ચોક્કસ માં અંબાની ધજા લઈને આવતા હોય છે. બનાસકાંઠામાં આજે ભાદરવી પૂનમનાં મેળાનાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટશે. તેમજ 6 દિવસમાં 27 લાખથી વધુ માઈ ભક્તોએ માં અંબાનાં દર્શન કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતાજીનાં મંદિરે ધજા ચડાવશે. જેને લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે અંબાજી મંદિરમાં અસંખ્ય ધજાઓ જોવા મળી રહી છે અને મંદિર દ્વારા આ ધજાઓને પ્રસાદ રૂપે વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે. માં અંબાને ચડાવેલ ધજાઓને અંબાજી મંદિર દ્વારા નિઃશુલ્ક પ્રસાદ રૂપે તેનું વિતરણ કરવામાં આવે છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
કહેવામાં આવે છે કે શિખર પર ચડાવેલ ધજાઓ ભક્તો માં અંબાની આ ધજાઓને પોતાના સાથે લઈને જાય છે. અને પોતાના ઘર ગામડે અથવા તો ગામના મંદિરના શિખર ઉપર ધજા રોહણ કરીને માં અંબાને આવવાનું આમંત્રણ આપે છે. હમણાં સુધી મોટી સાઈઝની ધજાઓ જે રેજીસ્ટ્રેશનના પાત્ર છે તેવી 2500 થી વધુ ધજાઓ માતાજીને ચડી ચુકી છે જે ખરેખર એક ગૌરવ લીધા જેવી વાત છે.