cricket news: ભારતીય ક્રિકેટમાં ડેબ્યૂની રાહ જોઈ રહેલા યુવા બેટ્સમેન સરફરાઝ ખાને (Sarfaraz Khan) ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. 25 વર્ષીય સરફરાઝે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક યુવતીને પોતાની જીવનસાથી બનાવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સરફરાઝને તેના સાસરિયાના ઘરે કાળી શેરવાનીમાં જોઈ શકાય છે.
Indian cricketer sarfaraz khan got married in shopian pic.twitter.com/inEvFiWk6t
— Mastaan🇵🇸 (@sartaj_4u) August 6, 2023
સરફરાઝ ખાને એક સ્થાનિક પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું, “કાશ્મીરમાં લગ્ન કરવાનું નસીબમાં હતું.” ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરનાર આ બેટ્સમેને કહ્યું, “જો અલ્લાહ ઈચ્છશે તો હું એક દિવસ ભારત માટે ચોક્કસ રમીશ.’ ક્રિકેટરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સરફરાઝ ખાનનો રેકોર્ડ શાનદાર છે. તેણે અત્યાર સુધી 39 ફર્સ્ટ ક્લાસ મેચમાં 13 સદીની મદદથી 3559 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રહ્યો છે. સરફરાઝની બેટિંગ એવરેજ 74.14 છે, જ્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં આ ક્રિકેટરે 31 મેચમાં 2 સદીની મદદથી 538 રન બનાવ્યા છે. સરફરાઝે 88 ટી20 મેચમાં 1124 રન બનાવ્યા છે.
આગામી ડોમેસ્ટિક સિઝનમાં સરફરાઝ શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પ્રવેશ માટે દાવો રજૂ કરતો જોવા મળશે. તેનું ધ્યાન સ્થાનિક ક્રિકેટની મર્યાદિત ઓવરોની મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કરવા પર રહેશે.
સરફરાઝ આઈપીએલ દ્વારા ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલ તેના ઉદાહરણ છે. બંને યુવાનોએ આઈપીએલ દ્વારા ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી છે.