ગુજરાત પર 48 કલાક માવઠાંની મોટી મુસીબત, આટલા જિલ્લામાં અનરાધાર કમોસમી વરસાદ પડવાની આગાહીથી હાહાકાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
weather
Share this Article

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદ થવાની આગહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પાછલા માવઠા કરતા આ માવઠાનું જોર ઓછું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

mavthu

બે દિવસ માવઠું થવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા તારીખ 5 એપ્રિલના સવારના 8.30થી 7 એપ્રિલના સવારના 8.30 દરમિયાન માવઠાની અસર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, આ પછી વરસાદની સંભાવના ના રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં માવઠું થવાથી તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું હતું, જોકે, હવે ધીમે-ધીમે ગરમીનું જોર વધી રહ્યું છે.

mavthu

ગુજરાતમાં માવઠાની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં માર્ચ મહિનો ચોમાસા જેવો રહ્યા બાદ એપ્રિલમાં પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. વરસાદી વાતાવરણના લીધે મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે.ગુજરાતમાં વર્ષ 2023નું વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે એપ્રિલની સાથે મે મહિનામાં પણ આંધી અને વંટોળ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

mavthu

તાપમાન સામાન્ય કરતા નોંધાય છે નીચું

રાજ્યમાં હાલ પણ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે, આ પાછળનું કારણ હવામાં રહેલો ભેજ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદ, કરા અને માવઠા થઈ રહ્યા છે. જેના લીધે ઉનાળા દરમિયાન પણ વાતાવરણમાં ભેજ વધવાથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

mavthu

ગરમીનું જોર ધીમે-ધીમે વધશે

આ સિવાય અમદાવાદમાં મહત્તમ તાપમાન 37, ગાંધીનગરમાં 36, રાજકોટ 37.6, વડોદરામાં 34.6 અને સુરતમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કચ્છના વિવિધ ભાગોમાં તાપમાન 35ની આસપાસ નોંધાયું હતું. સૌરાષ્ટ્રના દ્વારકામાં સૌથી નીચું મહત્તમ 29.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

mavthu

5મી એપ્રિલે ક્યાં વરસાદ થવાની વકી?

5મી એપ્રિલે રાજ્યના ઉત્તર ભાગમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની શક્યતા બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં રહેલી છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

માવઠામાં ખાલી ખોટી બૂમો પાડતાં’તા, જુનાગઢ માર્કેટમાં આવી ગઈ કેસર કેરી, ભાવ જાણીને મનમાં મોજુ છુટી જશે

ભારતમાં ફરી મળ્યો ‘ખજાનાનો ભંડાર’, આ રાજ્ય બનશે માલામાલ, એવા એવા જૂના તત્વો મળ્યા કે પૈસાનો ઢગલો થશે

લોટ બાદ હવે જીરું, લાલ મરચું, લવિંગ અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં તોતિંગ વધારો, સાત દિવસમાં સીધા ડબલ ભાવ

6 એપ્રિલે અહીં પડી શકે છે વરસાદ

તારીખ 6 એપ્રિલના રોજ પણ સાબરકાંઠા અને બનાસકાંઠાની સાથે કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સાથે થંડરશાવર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછી તારીખ 7 અને 8એ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share this Article