હાલમાં આખા ગુજરાતમાં મેઘરાજાએ મહેરબાની કરી છે અને ચારેકોર અનરાધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતમાં રસ્તાઓ નદીઓ બની ગઈ છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે. ટ્રાફિક જામ પણ થઈ ગયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે વાત કરીએ તો આજે છ કલાકમાં કુલ 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદની વાત કરીએ તો, છ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં કુલ 4.75 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના માંડવીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુર, કપરાડા, જુનાગઢના વિસાવદર, વલસાડ, પલસાણા, ડોલવણ, ઉમરગામ, વાસંદા, પારડી, બારડોલી, સુરત, વાપી, ચીખલી તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના ખેરગામમાં છ કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરતના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી મેઘરાજા વરસાદ વરસાવી રહ્યા છે. વાવાણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે ગ્રામ્ય પંથકમાં અનેક નિચાણવારા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
અનેક ખેતરમાં પણ ગોઠણ સમા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વિસાવદર તાલુકાના ગામોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેર, કેશોદ અને વંથલીમાં પણ વરસાદ ચાલુ છે.
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
નવી આગાહીની વાત કરીએ તો 28મી તારીખ અને બુધવારે – આજે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. જેમકે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે.