Latest Tech News : પેટ્રોલ પંપ પર આપણને ઘણી વખત સામાન્ય, પાવર કે સ્પીડમાં અલગ-અલગ પ્રકારનું પેટ્રોલ મળતું હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા વાહન માટે કયું પેટ્રોલ શ્રેષ્ઠ છે? આ જુદા જુદા પેટ્રોલની તમારી કાર પર શું અસર પડે છે? આ ઉપરાંત ઘણી બાઇક કે કાર પર ઓક્ટેન નંબર લખેલો હોય છે. વાસ્તવમાં, ઑક્ટન પેટ્રોલમાં હોય છે, ઓક્ટેનની સંખ્યા જેટલી વધારે હોય છે, તેટલી જ તે ફ્યુલની કામગીરી વધુ સારી હોય છે.
પેટ્રોલ ત્રણ પ્રકારના હોય છે.
બજારમાં સામાન્ય પેટ્રોલ, પ્રીમિયમ પેટ્રોલ અને હાઈ ઓક્ટેન પેટ્રોલ એમ ત્રણ પ્રકારના મળે છે. આ ત્રણેય પેટ્રોલની તમારી કાર પર અલગ અલગ અસર પડે છે. હાઈ ઓક્ટેન પેટ્રોલમાં ઓક્ટેનનું સ્તર ૯૦ ની ઉપર હોય છે. 94 સુધી જાય છે, તેને શ્રેષ્ઠ પેટ્રોલ માનવામાં આવે છે. આ એન્જિનને લાંબા સમય સુધી ચલાવવામાં મદદ કરે છે. તેની ગુણવત્તા અન્ય કરતા વધુ સ્વચ્છ હોય છે, જે એન્જિનની ટકાઉપણામાં વધારો કરે છે. સામાન્ય અને પ્રીમિયમ પેટ્રોલ પણ ખરાબ નથી હોતું, પરંતુ ઓક્ટેનનું સ્તર ઊંચા ઓક્ટેન કરતા થોડું ઓછું હોય છે.
જુદા જુદા પેટ્રોલમાં શું તફાવત છે?
જાણકારી અનુસાર સામાન્ય પેટ્રોલમાં ઓક્ટેન લેવલ 85 કે તેથી વધુ હોય છે. આ સિવાય પ્રીમિયમ પેટ્રોલમાં ઓક્ટેનની સંખ્યા 88થી 90ની વચ્ચે છે. તમને અહીં જણાવી દઈએ કે પ્રીમિયમ પેટ્રોલને હાઈ પાવર, પાવર, સ્પીડ અથવા એક્સ્ટ્રા માઇલ તરીકે ઓળખવામાં આવે છે. પંપ પર આ માટે અલગ અલગ મશીનો લગાવવામાં આવે છે.
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
કયા પેટ્રોલથી ફાયદો થાય છે?
એન્જિન ચલાવતી વખતે ઉચ્ચ ગુણવત્તાવાળું પેટ્રોલ અવાજ ઘટાડશે. તેનાથી એન્જિન પરનું દબાણ ઘટે છે, જેના કારણે પાર્ટ્સ ઓછા ઘસાઈ જાય છે. હાઈ ઓક્ટેન પેટ્રોલનો ઉપયોગ ટર્બો અથવા હાઈ કમ્પ્રેશન વાહનોમાં થવો જોઈએ. આ સેવા ખર્ચને નિયંત્રિત કરવામાં અથવા ઓછું રાખવામાં મદદ કરશે. હાઈ ઓક્ટેન પેટ્રોલ માઈલેજ પણ સુધારે છે. બજારમાં હવે ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ પહેલા સીએનજી વાહનો આવી ચૂક્યા છે. સરકાર ફ્લેક્સ ફ્યુઅલ અને ઇથેનોલ ઇંધણને પણ પ્રોત્સાહન આપી રહી છે.