Gujarat News: ભારતમાં અને ખાસ ગુજરાતમાં રોજ કેટલાય કિસ્સા સામે આવી રહ્યા છે કે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. 10 વર્ષના બાળકોથી લઈને 80 વર્ષના વૃદ્ધોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધતા હાર્ટએટેકના કિસ્સાને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ મોટું નિવેદન આપ્યું હતું.
ડોક્ટર ચિરાગ દોશીનું કહેવું છે કે ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ ત્યારે હાર્ટ એટેક આવે અને માણસનું મૃત્યું થાય છે. ગુજરાતનાં ટોપ ડૉક્ટર્સે ખુલાસો કરતાં વાત કરી કે ચીઝ-બટર, તમાકૂ, બેઠાળુ જીવન છોડીને જો વૉકિંગ કરશો તો આ રેશિયો ઘણી માત્રામાં ઘટાડી શકાય એમ છે.
અંકલેશ્નરમાં એક 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું તો સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઇ હતી. ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે જેણે માણસોને વિચારવા પર મજબૂર કર્યા છે.
એ જ રીતે 15000 હાર્ટના ઓપરેશન કરનાર ડોક્ટર ધીરેન શાહે બચવાના કારણો વિશે જણાવ્યું કે ભારતના લોકોની તાસીર એવી જ છે એટલે કેસ તો બનવાના જ છે પરંતુ જો જીવનશૈલી બદલો તો 50-60 વર્ષે આવે એટલે કે થોડી મોડી તકલીફ થાય એવું કરી શકીએ. અસલી ખાવાનું રાખો, જેમ કે રોટલા, શાક, ઘી ગોળ.. ભલે અલગ રીતે ખાઓ પણ પેટમાં નાખો. હાલમાં બાળકોને મોર્ડન ખાવાની આદત પડી ગઈ છે તો તમે ઘી ગોળને એ રીતે મોર્ડન ટચ આપીને બાળકોને ખવડાઓ અને તમે પણ ખાઓ.
તમારા શરીરને માયકાંગલુ ન બનવા છો. શારિરીક રીતે બધું જ ધ્યાન રાખો. રોજ કસરત કરો. વધારે નહીં તો કંઈ નહીં પણ માત્ર 1 કલાક કસરત કરો. પરિવાર એકસાથે કરે તો તો સૌથી વધારે સારું. કારણ કે બાળક જોઈશે તો શીખશે કે મારે પણ કસરત કરવી જોઈએ. સાયકલિંગ, વોકિંગ, જોકિંગ, વગેરે જીવનમાં રાખો. હાલમાં લોકો ઘરમાં જ પુરાઈને રહે છે, લોકો એકબીજા સાથે દુ:ખ વહેચતા નથી, હળી મળીને રહેતા નથી…
જે 100 વર્ષ જીવે એમનું તમે જીવન જોજો તો ખ્યાલ આવશે કે એમની સોશિયલ લાઈફ સરસ હોય છે. વ્યસન કરતાં પણ લોકો ઘરમાં પુરાઈને રહે છે એટલે કે સોશિયલ આઈસોલેશન હાલમાં માણસો માટે ગંભીર રોગોનું કારણ બની ગયું છે અને જેના કારણે લોકોના શરીરની પથારી ફરી ગઈ છે. અનેક રોગોનું ઘર બની જાય છે. સોશિયલ આઈસોલેશનમાંથી બહાર નીકળો. બને એટલું બાળકોને બહાર રાખો અને લોકો સાથે રાખો.. લાંબુ જીવવા માટે બહાર નીકળું ખુબ જરૂરી છે. રોજની એક બે કલાક એવું જીવો કે તમારા માટે અને તમારા આનંદ માટે જીવો. કોઈને મદદ કરો અને કોઈની સેવા કરો જેથી અસલી આનંદ મળે.
આગળ વાત કરતાં ડોક્ટર ધીરેન શાહે વાત કરી કે તમારી વર્ક લાઈફ બેલેન્સ કરો. સ્ટ્રેસ લેવલ તો હશે પણ નોકરીથી પુરી કરો પછી સ્ટ્રેસ ના લો. બાકીના કલાકો આનંદમાં રહો, મનગમતી એક્ટિવીટી કરો. આ બધાથી શરીરમાં નવી જ એનર્જી આવશે. ઉંઘની પણ જરૂર હોય એટલી લઈ જ લો. 2 કલાક એવા કાઢો કે જીવનને આનંદમાં રાખી શકાય.
મુકેશ અંબાણીને ફરી જાનથી મારી નાખવાની ધમકી… 7 દિવસમાં ચોથી વખત આ ખાનના નામે આવ્યો ધમકીભર્યો મેલ
અંબાલાલ પટેલની નવેમ્બર મહિનાને લઈ ઘાતક આગાહી, દિવાળીના તહેવારમાં મેઘરાજા મંડાય તો નવાઈ નહીં
બધું બેલેન્સમાં રાખો. જ્યારે પણ લાગે કે દબાણ વધી ગયું તો ફ્રેશ થઈ જાઓ. મીની વેકેશન પર નીકળી જાઓ. કોરોના આવ્યો અને લાખો લોકો મર્યા, પરંતુ હદૃયની બિમારીથી ચાર ગણાથી વધારે લોકો મરી રહ્યા છે. પરંતુ કોઈ સિરિયલી લેતા નથી. સરકારે પણ કંઈક એવા પગલા લેવા પડશે અને રણનીતી ઘડવી પડશે કે જેથી લોકોની જીવનશૈલી બદલી શકે અને આ ભયંકર રોગમાંથી બચી શકીએ.