ફિલ્મી દુનિયામાં મોટા પડદા પર કિસ કરવી એક સામાન્ય બાબત છે, પરંતુ જૂના સમયથી અત્યાર સુધીની ફિલ્મોમાં કલાકારો વચ્ચે આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા છે. ઐશ્વર્યા રાય અને રિતિક રોશનના એક અવા જ સીનને લઈને હંગામો સર્જાયો હતો.
તમે બધાએ ફિલ્મ ધૂમનો બીજો ભાગ જોયો જ હશે, જેમાં ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન લિપલોક કરતા જોવા મળ્યા હતા. આ બાદ તે કંઈક કાનૂની મુશ્કેલીમાં હતી અને લોકોએ તેને કાનૂની નોટિસ આપી હતી!
જ્યારે આ ફિલ્મ આવી ત્યારે તે અભિનેતા અભિષેક બચ્ચન સાથે રિલેશનશિપમાં હતી. આવી સ્થિતિમાં બંનેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ હતી અને ટૂંક સમયમાં જ તે અભિષેક બચ્ચનની દુલ્હન બનવા જઈ રહી હતી જ્યારે હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય પર બચ્ચન પરિવાર ભારે ગુસ્સે હતો!
એક ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ હૃતિક રોશન સાથે આપેલા કિસિંગ સીન વિશે વાત કરી હતી કે, અમુક સિનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેં હોલીવુડની ઘણી સ્ક્રિપ્ટને ના પાડી હતી કારણ કે મને સ્ક્રીન પર શારીરિક દ્રશ્યો કરવામાં અસ્વસ્થતા હતી! આટલું જ મને ખબર હતી કે દર્શકો તેને સ્વીકારશે નહીં તો વિચાર્યું કે જો મારે કરવું જ હોય તો પહેલા બોલિવૂડ કરવું જોઈએ.
આવી સ્થિતિમાં ઘણા લોકોએ ઐશ્વર્યા રાયને કાનૂની નોટિસ મોકલવાનું શરૂ કર્યું, જ્યાં લોકોએ તેમની નોટિસમાં લખ્યું કે તમે આઇકોનિક છો, તમે અમારી છોકરીઓ માટે એક ઉદાહરણ છો, તમે તમારા જીવનને ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે તો પછી તમે આવું કેમ કર્યું? બચ્ચન પરિવારે પોતે રિતિક રોશન અને ઐશ્વર્યા રાયના આ સીનને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા ન હતા.