Kedarnath News: કેદારનાથ ધામમાં એક વિવાદ અટકતો નથી કે બીજો શરૂ થાય છે. આ વખતે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં એક મહિલા નોટો ઉડાડતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. અત્યાર સુધી કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં સોનાના થર પર પોલિશને લઈને હોબાળો થતો હતો, ત્યારે હવે આ વીડિયોએ ફરી એક નવો વિવાદ ઉભો કર્યો છે.
હકીકતમાં, દેશના 12 જ્યોતિર્લિંગોમાંના એક ઉત્તરાખંડમાં સ્થિત બાબા કેદારનાથના મંદિરને લઈને ફરી એકવાર નવો વિવાદ ઊભો થયો છે. કેદારનાથ ધામના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા સોનાના લેયરને પોલિશ કરવાનો વિવાદ હજુ અટક્યો ન હતો કે વધુ એક વીડિયો સામે આવ્યો છે. નવા વીડિયોમાં એક મહિલા કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડતી જોવા મળે છે. નોટો ઉડાડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ BKTC એક્શનમાં આવી ગયું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા કેદારનાથ જ્યોતિર્લિંગ પર પૈસા ઉડાવતી જોવા મળી રહી છે. મહિલાની નજીક કેટલાક તીર્થધામના પૂજારીઓ પણ દેખાઈ રહ્યા છે, જેઓ મહિલાને રોકવાનો પ્રયાસ પણ નથી કરી રહ્યા. આ વીડિયો એક સપ્તાહ જૂનો હોવાનું કહેવાય છે, જે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
લોકોમાં નારાજગી જોવા મળી
Disgraceful!😡
1)A woman was seen showering money on Baba Kedarnath Shivling, in Uttarakhand!
2)How was the filming allowed, where photography & videography are strictly prohibited?@pushkardhami@KedarnathShrine@Pushpendraamu@ajeetbharti@meenakshisharan@erbmjha pic.twitter.com/r4kNosa0XA
— Achhabachha🇮🇳 (@Lovepettyquotes) June 19, 2023
કેદારનાથ ધામના પવિત્ર ગર્ભગૃહમાં એક મહિલાએ ખોટી રીતે નોટો ઉડાવી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે મહિલા પાસે ઉભેલા યાત્રીઓ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. જ્યારે મહિલાને નોટો ઉડાડતી રોકવાના પ્રયાસો થઈ રહ્યા નથી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીડિયોમાં દેખાતી મહિલા કોણ છે.
તપાસના આદેશો
બીજી તરફ આ વીડિયોની નોંધ લેતા બદરી કેદાર મંદિર સમિતિએ તપાસના આદેશ આપ્યા છે. બદરી કેદાર મંદિર સમિતિએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કમિટીએ કહ્યું છે કે આ વીડિયોની નોંધ લેતા રુદ્રપ્રયાગના ડીએમ મયુર દીક્ષિત અને પોલીસ અધિક્ષકને વીડિયોની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બદરી કેદાર ધામના અધિકારીઓ પાસેથી પણ ખુલાસો મંગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો
અહીં 1 લીટર પેટ્રોલ માત્ર 1.5 રૂપિયામાં મળે છે, પરંતુ આ દેશમાં છે સૌથી મોંઘુ, જાણો દરેક દેશના ભાવ
બીજી તરફ કેદારનાથમાં પૈસા ઉડાડવાનો વીડિયો વાયરલ થયા બાદ રૂદ્રપ્રયાગના ડીએમ મયુર દીક્ષિતે મહિલા વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. જ્યારે આ દરમિયાન સ્થળ પર હાજર બદરી કેદાર મંદિર સમિતિના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી આવા દુષ્કૃત્યો પર અંકુશ લાવી શકાય.