ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ મેચ આવતીકાલથી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ IPL ટ્રોફી જીતવાનું સપનું જોઈ રહી છે. પરંતુ આ મેચના એક દિવસ પહેલા, કરોડો ભારતીય ચાહકોના દિલ તોડી નાખનારો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોએ ભારતીય ચાહકોનું ટેન્શન વધારી દીધું છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ઈજાના સમાચાર સામે આવી રહ્યા છે. રોહિત શર્માનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે પ્રેક્ટિસ દરમિયાન ડાબા હાથના અંગૂઠા પર પાટો બાંધતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેપ્ટન રોહિત શર્માને આજે નેટ કરતી વખતે ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ છે.
Captain Rohit Sharma got hit on the left thumb today while doing nets.
Hope everything is fine and nothing to worry. pic.twitter.com/rZeJ1MLhLh
— Vishal. (@SPORTYVISHAL) June 6, 2023
રોહિત શર્મા કેપ્ટનની સાથે ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેનોમાંનો એક છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 12973 રન બનાવ્યા છે, જેમાં 38 સદી સામેલ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલમાં રોહિત શર્માને રમવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોહિત શર્માએ અત્યાર સુધી 22 ટેસ્ટમાં 7 સદીની મદદથી 1794 રન બનાવ્યા છે.
આ પણ વાંચો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતની 15 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એસ. ભરત (વિકેટેઇન), ઇશાન કિશન (વિકેટકેટ), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ. જયદેવ ઉનડકટ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.