ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક ખુબ આવી રહ્યા છે, યુવાનોના મોતનો આ સિલસિલો બંધ જ નથી થતો અને લોકોમાં પણ કંઈક અનોખો જ ભય જોવા મળી રહ્યો છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 23 એપ્રિલે રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રિપોર્ટ એવું કહે છે કે ગત 10 દિવસમાં રાજ્યમાં 3 લોકોને હાર્ટ એટેક આવ્યો છે, ત્યારે આજે ફરી રાજકોટમાંથી હાર્ટ એટેકની 2 ઘટના સામે આવી છે. રાજકોટના લાયન્સ ક્લબના પૂર્વ પ્રમખ સચિન મણિયાર અને અમિત ચૌહાણ નામના યુવકને હાર્ટ એટેક આવતા બન્નેનું નિધન થયું છે. સચિન મણિયારને પોતાના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે અમિત ચૌહાણ નામના યુવકને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ મ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં બંન્ને લોકોનું મૃત્યુ થયું હતું.
જો કે ચિંતાની વાત એ છે કે 10 દિવસની અંદર રાજકોટમાં 3 લોકોને હાર્ટ એટેક આવ્યો છે, જ્યારે સુરતમાં 1 યુવકને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટની ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકની આ બીજી ઘટના છે.
અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે
મળતી માહિતી અનુસાર, જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારને વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓને હોસ્પિટલ ખાતે લઇ લવામાં આવ્યા હતા. જ્યા તેઓનું નિધન થયું હતું.