આજે બપોરે 12 વાગ્યે યુવરાજ સાથે ખરાખરીનો ખેલ, પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવું પડશે, જાણો શું છે આખો મામલો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસનું તેડું આવ્યું છે. ભાવનગર પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે તેમજ આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી

પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા

yuvraj

બિપિન ત્રિવેદીએ લાગાવ્યા હતા આરોપ

મહત્વનું છે કે બિપિન ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.

Appleના CEO ટિમ કૂક આપણે દેશ પધાર્યા, નેટવર્થ એટલી કે 14 હજાર લોકો કરોડપતિ બની જશે, તોય 7 અબજ તો વધશે

60,000 રૂપિયામાં સોદો થયો, રૂમ બૂક કર્યો, કોન્ડોમ પણ આપ્યા, પછી…. વેશ્યાવૃત્તિમાં રંગે હાથ ઝડપાઈ બોલિવૂડ ડાયરેક્ટર

સંજય દત્તને સલમાન ખાન પર આવ્યો જોરદાર ગુસ્સો, મારવા માટે સીધો ઘરે પહોંચી ગયો, ખાનના હાથ-પગ ધ્રુજવા લાગ્યા

વીડિયોમાં યુવરાજસિંહ પર લગાવ્યા હતા આક્ષેપ

એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.’


Share this Article