ડમી કાંડમાં યુવરાજ સિંહ અને તેમના સાળાનું નામ સામે આવ્યું હતું તેમજ કરોડનો તોડ કર્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હવે યુવરાજસિંહ વાઘેલાના સાળા કાનભા ગોહિલના મિત્ર પાસેથી 38 લાખ રૂપિયા મળી આવ્યા છે. તે અંગે તેમણે જણાવ્યું કે, આ રાજકીય સેટિંગ છે અને તેના માટે તે વ્યક્તિને ફોસલાવામાં આવ્યો છે અને આ રાજકીય કાવતરું છે.
આ અંગે અમે તેમને મળેલા છે પરંતુ પૈસાની કોઇ લેતીદેતી નથી. યુવરાજસિંહને ફસાવવા માટે આ આખું સેટિંગ કરેલું છે. શિવભા ગોહિલે જણાવ્યુ કે, આ રાજકીય ષડયંત્ર છે. યુવરાજસિંહને આટલા વર્ષોથી જે બહાર લાવે છે તેને ચૂપ કરાવવાનું કાવતરું છે. ગયા વર્ષે એપ્રિલમાં પણ આવું જ થયું હતુ.
યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલ બાદ અન્ય એક સાળા શિવભા ગોહિલે પણ સરેન્ડર કરી દીધું છે. શિવભા ગોહિલે (યુવરાજસિંહ જાડેજાનો સાળો) નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગર ખાતે, સામે ચાલીને મીડિયાની હાજરીમાં જ પોલીસ સમક્ષ હાજર થયો છે. જે બાદ ભાવનગર એસઆઈટીની ટીમે શિવુભા ગોહિલની ધરપકડ કરી લીધી છે.
સુરતથી ભાગતા પહેલા મિત્રને 38 લાખ રૂપિયા આપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે. શનિવારે સવારે કાનભાની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ હવે તપાસમાં કેટલાક ખુલાસા થઈ રહ્યા છે.