ધુમ્મસમાં ગાડી ચલાવતી વખતે આટલું ધ્યાન રાખજો, અકસ્માતનો ભય નહીં રહે!

Desk Editor
By Desk Editor
Share this Article

Driving Tips: શિયાળામાં ઘણી વખત ધરતી પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઇ જાય છે. આવા સમયે ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. એમાં પણ ખાસ કરીને હાઇવે, એક્સપ્રેસ-વે, સિગ્નલ ફ્રી રોડ જેવા રસ્તાઓ પર વધારે સાવચેતી રાખવી જોઇએ નહીંતર અકસ્માત સર્જાઇ શકે છે. પરંતુ આ બધા વચ્ચે અમે તમને કેટલીક મહત્વની ટિપ્સ જણાવીશું જે તમને ડ્રાઇવિંગ સમયે યૂઝ કરશો તો અકસ્માત થવાની સંભાવના એકદમ ઘટી જશે.

ઑવર સ્પિડ ન રાખો

ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઓછી થઇ જાય છે. એવા સમયે તમારે ગાડીની સ્પીડ પર કંટ્રોલ રાખવો જોઇએ. કારણ કે, ધુમ્મસના કારણે રસ્તાઓ પણ થોડા ભીના થઇ જાય છે પરિણામે ગાડીના ટાયર સ્લીપ થવાથી એક્સિડન્ટની શક્યતા પણ વધે છે.

ફૉગ લેમ્પનો ઉપયોગ કરો

વહેલી સવારે અથવા તો ધુમ્મસ ભર્યા વાતાવરણમાં જો ડ્રાઇવિંગ કરવાનું થાય છે તો ફૉગ લેમ્પનો ઉપયોગ અવશ્ય કરો. જે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં વિઝિબિલિટી વધારે છે. આ ઉપરાંત ગાડીના ઇન્ડિકેટર પર ચાલુ કરી દેવા જોઇએ

રૉડ માર્કિંગ જુઓ

રૉડ માર્કિંગ જોવાથી કર્વ અને ટર્ન આસાનીથી સમજાઇ શકે છે. ખાસ કરીને ગાડી ચલાવતા સમયે રેલિંગ સાથે ગાડી અથડાવવાનો ખતરો ઓછો થઇ જાય છે સાથે જ રસ્તાનો અંદાજ આવી જાય છે..

અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

વિદેશની જેમ દ્વારકામાં લોકો જોઈ શકાશે ડોલ્ફીન, સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડના MoU, જાણો વિગત  

ચોક્કસ દૂરી બનાવીને રાખો

સૌથી છેલ્લે તમને જણાવીએ તો ધુમ્મસમાં આગળ જતી ગાડીઓ ખાસ નજરે નથી પડતી. એવામાં જો આગળની ગાડીએ અચાનક બ્રેક મારી તો તમારી પાસે કોઇ ચાન્સ નહીં હોય. એટલે જરૂરી છે કે, હાઇવે પર બીજા વાહનથી પર્યાપ્ત દૂરી રાખવી જોઇએ.


Share this Article