ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ. 1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલના પ્રશ્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું.
પેટા પ્રશ્નનો જવાબ આપતા પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડનગર ખાતે સપ્તઋષિનો આરો તેમજ દાઈલેક ખાતે લેન્ડસ્કેપિંગ, પ્રવેશ દ્વાર, પાર્કિંગ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધા પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવશે. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષમાં અંદાજે 8.65 લાખ જેટલા પ્રવાસીઓ વડનગરની મુલાકાત લીધી છે.
આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ટૂંક સમયમાં કરાશે ભૂમિ પૂજન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત
Video: 36 વર્ષની ઉંમરમાં આવી જોરદાર ફિલ્ડિંગ, રોહિત શર્માનો આ કેચ તમને કરશે આશ્ચર્યચકિત, જુઓ
પ્રવાસન માટે અગ્રેસર ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે પણ પ્રથમ પસંદગીનું સ્થાન રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે 15 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે તેમ, પ્રવાસન મંત્રી મૂળુભાઈએ વધુ વિગતો આપતા ગૃહમાં ઉમેર્યું હતું.